‘ચૂંટણી પ્રચારમાં માસ્ક જરૂરી કેમ નહીં?’ હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વિના જોવા મળતા લોકોને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ માસ્કની જરૂરિયાતને લઈને જવાબ માંગ્યો છે. Czકોર્ટે પૂછ્યું છે કે, આખરે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો માસ્ક વિના કેમ જોવા મળી રહ્યાં છે? અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ, મોબાઈલ એપ્સ, અન્ય પ્લેટફોર્મ્સ અને સામગ્રી પર ચૂંટણી દરમિયાન કોરોના પ્રોટોકૉલ વિશે જાણકારી આપવી જોઈએ. આ ઉપરાંત ચૂંટણી પંચને ડિજિટલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા થકી ચૂંટણીમાં કોવિડ-19 પ્રોટોકોલ વિશેમાં જાગૃક્તા ફેલાવવા માટે આદેશ આપવાની માંગ કરી છે.
આ જાહેરહિતની અરજી થિંક ટેન્ક સેન્ટર ફૉર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જના ચેરમેન વિક્રમ સિંહ તરફથી દાખલ કરવામાં આવી છે. વિક્રમ સિંહ ઉત્તર પ્રદેશના DGP રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં પણ ચૂંટણી થઈ રહી છે. 4 રાજ્યોમાં મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 10 એપ્રિલે ચોથા તબક્કાનું વોટિંગ થવાનું છે. રાજ્યમાં કુલ 8 તબક્કામાં મતદાન થવાનું છે.
વિક્રમસિંહે પોતાની અરજીમાં માંગ કરી હતી કે, કોરોના પ્રોટોકોલના તમામ નિયમોને નજર અંદાજ કરીને ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. એક તરફ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળ અને આસામમાં રોડ શૉ અને રેલીઓ નીકાળવામાં આવી રહી છે. આ સાથે જ અરજીમાં સામાન્ય નાગરિકો માટે કોવિડ ગાઈડલાઈન્સને સખ્તીથી લાગૂ કરવા અને રાજનેતાઓને છૂટ મળવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો અને નેતાઓ વચ્ચે આવો ભેદભાવ કરવો બંધારણના વિરુદ્ધ છે.
No comments:
Post a Comment