Search This Website

Sunday, April 11, 2021

ચિંતાજનક / દેશમાં કોરોનાનું તાંડવ, દિલ્હી- મહારાષ્ટ્ર પછી હવે આ રાજ્યો પણ નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

 

ચિંતાજનક / દેશમાં કોરોનાનું તાંડવ, દિલ્હી- મહારાષ્ટ્ર પછી હવે આ રાજ્યો પણ નોંધાયા રેકોર્ડબ્રેક કેસ 


  • દેશમાં ચાલી રહી છે કોરોના લહેર 
  • કેટલાય રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે રેકોર્ડબ્રેક કેસ 
  • કોરોનાના આ કેસોના લીધે રાજ્યોમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે

કોરોના રોગચાળાનું ભયંકર સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરેક નવા દિવસની સાથે-સાથે નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાના નવા કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,52,879 નવા કોરોના કેસ નોંધાયા છે. જે ભારતમાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. તે જ સમયે, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વિશે વાત કરતા, હવે આ આંકડો 1,33,58,805 પર પહોંચી ગયો છે.

દેશમાં કેરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અનેક રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ અને અન્ય બાબતો પર કડક પ્રતિબંધ લાદ્યા હોવા છતાં, ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. આવી સ્થિતિમાં, જ્યારે કેટલાક રાજ્ય સરકારોએ એક તરફ કડક પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારે કેટલાક રાજ્યો અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. કોરોનાને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી વિકટ બની છે. રવિવારે, મુંબઈમાં કોરોનાના 9,989 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 

મધ્યપ્રદેશ

રવિવારે મધ્ય પ્રદેશમાં કોરોનાના 5939 નવા કેસ અને 24 મૃત્યુ થયાં છે. જો કે, આ સમયગાળા દરમિયાન 3,306 લોકો પણ સ્વસ્થ થયા છે. આ પછી મધ્યપ્રદેશમાં કુલ કોરોના કેસ વધીને 3 લાખ 38 હજાર 145 થયા. અત્યાર સુધી અહીંયા સાજા થનારા લોકોની સંખ્યા વધીને 2 લાખ 98 હજાર 645 થઈ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા વધીને 35 હજાર 316 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 4,184 પર પહોંચી ગયો છે.

ગુજરાત

રવિવારે ગુજરાતમાં કોરોના 5469 નવા કેસ નોંધાયા હતા અને 54 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી ગુજરાતમાં કુલ કેસ વધીને 3 લાખ 47 હજાર 495 થયા છે. તેમાંથી 27,568 સક્રિય કેસ છે.

કર્ણાટક

કર્ણાટકમાં 10, 250 જેટલા કેસ નોંધાયા છે અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, કર્ણાટકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2638 લોકો સ્વસ્થ થયા છે. આ પછી, કર્ણાટકમાં કુલ કોરોના કેસનો આંકડો વધીને 10 લાખ 65 હજાર 290 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 9 લાખ 83 હજાર 157 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે કર્ણાટકમાં અત્યાર સુધીમાં 12, 889 લોકોએ જીવ ગુમાવ્યો છે.

તમિલનાડુ

તમિળનાડુમાં રવિવારે 6,618 નવા કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 22 લોકોનાં મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ પછી રાજ્યમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા વધીને 9,33,434 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 8,78,571 લોકોને રજા આપવામાં આવી છે. જો કે, અહીં સુધીમાં 12, 908 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 41 હજાર 955 થઈ ગઈ છે.

દિલ્હી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા રેકોર્ડ બહાર આવી રહ્યા છે. કેજરીવાલ સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાં લીધા હોવા છતાં રવિવારે કોરોનાના રેકોર્ડ 10 હજાર 774 નવા કેસ નોંધાયા છે, જ્યારે 48 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દિલ્હીમાં કુલ કોરોના કેસ વધીને 7 લાખ 25 હજાર 197 થઈ ગયા છે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન, 5158 લોકો ઠીક પણ થયા છે, સાથે જ એક અન્ય મહાનગર મુંબઈમાં પણ આજે 9989 જેટલા કેસ નોંધાયા હતા. 

કેરળ

કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6986 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 2358 લોકો આ સમયગાળા દરમિયાન સાજા થયા છે. આ પછી કેરળમાં કુલ 44 હજાર 389 સક્રિય કેસ છે. જોકે, રાજ્યના અત્યાર સુધીમાં 11 લાખ 17 હજાર 700 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાને કારણે અહીં 4,783 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

No comments:

Post a Comment