કોરોનાથી દેશભરમાં વધુ 459 લોકોના મોત, 24 કલાકમાં 72,330 નવા કેસ
ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 72,330 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1,22,21,665 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં વધુ 459 ભારતીયોના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 1,62,927 થઈ ગયો છે. 16 ડિસેમ્બર પછી પ્રથમ વખત એક દિવસમાં આટલા લોકોના મોત થયા છે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા કુલ 5,84,055 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,14,74,683 છે.
જ્યારે દેશમાં કુલ 6,51,17,896 લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, 8 રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરલ, તમિલનાડૂ અને છત્તીસગઢમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે, કેસોને વધતા રોકવા માટે કડક પગલાઓ ભરે.
No comments:
Post a Comment