
નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનારા Apollo 11 મિશનના પાયલટ માઈકલ કોલિંસનું 90 વર્ષે થયું નિધન
posted on at
- પાયલટ માઈકલ કોલિંસનું કેન્સરથી થયું નિધન
- Apollo 11 મિશનના રહી ચૂક્યા છે પાયલટ
- નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડ્યા હતા
અપોલો 11 મિશનનો ભાગ બની ચૂકેલા એસ્ટ્રોનોટ માઈકલ કોલિંસ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિનનીને ચંદ્ર સુધી લઈ જનારા કોલિંસનું કેન્સરના કારણે નિધન થયું છે. તેઓએ ફ્લોરિડાના નેપલ્સમાં 90 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. ખાસ વાત એ છે કે અપોલો 11 મિશન હતું જેને અમેરિકા અને રશિયાની વચ્ચે અંતરિક્ષને લઈને ચાલી રહેલી રેસ ખતમ કરી હતી.
નથી રહ્યા માઈકલ કોલિસ
અપોલો 11 મિશનની 3 સભ્યોની ટીમનો ભાગ બની ચૂકેલા કોલિંસે દુનિયાને અલવિદા કહ્યું છે. નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિનને ચંદ્ર પર લઈ જનારા કોલિન્સે ક્યારેય ત્યાં પગ મૂક્યો નથી. તે ચંદ્રની પરિક્રમા કરી રહ્યા હતા. પરિવારે કહ્યું કે માઈકે હંમેશા અનુગ્રહ અને વિનમ્રતા સાથે જીવનમાં ચેલેન્જનો સામનો કર્યો છે અને સાથે જ અંતિમ ચેલેન્જનો પણ સામનો કર્યો.
જો બાયડને કહ્યું આવું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે માઈકલ કોલિંસે દેશના અંતરિક્ષમાં ઉપલબ્ધિઓનો ઈતિહાસ લખવામાં મદદ કરી છે. તેઓએ કહ્યું કે કોલિંસે કહ્યું હતું કે તેમને દરેક લોકો માઈક કહીને બોલાવે. કોલિંસ 8 દિવસ સુધી અપોલો મિશનના કમાન્ડ મોડ્યુલનું સંચાલન કરી ચૂક્યા છે. જયારે આર્મસ્ટ્રોન્ગ અને એલ્ડ્રિન ચંદ્ર પર પહોંચ્યા હતો તો કોલિંસ કોલંબિયાના કમાન્ડ મોડ્યુલમાં એકલા જ હતા.
કમાન્ડ મોડ્યુલ એક્સપર્ટ પાયલટ હતા કોલિંસ
અપોલો 11 મિશનના એસ્ટ્રોનટ એલ્ડ્રિને બુધવારે તેમના ત્રણેયનો એક ફોટો શેર કર્યો છે. તેઓએ લખ્યું છે કે માઈક તમે જ્યાં પણ રહ્યા કે રહેશો તમારી આસપાસ અમને નવી ઉંચાઈઓ અને ભવિષ્ય માટે ચતુરાઈથી લઈ જનારી આગ દેખાતી રહેશે.
No comments:
Post a Comment