Search This Website

Friday, April 9, 2021

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા AMCએ વધુ 827 બેડ વધાર્યા





અમદાવાદમાં કોરોનાના કેસો વધતા AMCએ વધુ 827 બેડ વધાર્યા

-April 09, 2021











અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે બેડમાં આજે 827 બેડનો વધારો કરવામાં આવે છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 29 હોસ્પિટલોમાં 572 બેડ વધાર્યા છે. આ 2 હોસ્પિટલો પહેલેથી જ કોવિડ હોસ્પિટલ તરીકે કામ કરી રહી હતી, જેમાં હોસ્પિટલોના હાજર બેડમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 15 હોસ્પિટલને કોવિડ માટે જાહેર કરીને 235 બેડ વધારવામાં આવ્યા છે. આ ઉપરાત માઈલડ લક્ષણો ધરાવતા દર્દીઓને આઈસોલેશનમાં રાખી શકાય તેમજ મોનીટરીંગ કરી મેડિકેશન કરી શકાય તે માટે સોલા રોડ ખાતે આવેલી તુલીપ ઈનમાં 20 બેડનો વધારો કરવામાં આવ્યો છે.






ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટરમાં નક્કી કરેલ ગાઇડ લાઇન અનુસાર સારવાર કરવાની રહેશે. તેમજ નક્કી કરેલ ચાર્જ વસૂલ કરવાનો રહેશે. આઇસોલેસન વોર્ડ માટે 6500 જ્યારે એચ.ડી.યુ માટે 8000 હજાર પ્રતિ દિન ચાર્જ વસૂલવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજયમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસો હવે ચિંતાજનક સપાટીએ જઈ રહ્યા છે તેની સાથે મૃત્યુનો આંકડાઓ પણ વધી રહ્યા છે. જેથી સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અને ખાસ કરીને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ પણ કરી રહી છે. સીએમ રુપાણીએ આજે જણાવ્યું છે કે, કોરોનાના કેસો વધતા લોકોએ સ્વૈછિક લોકડાઉન કરવાની જરુર છે અને કામવિના તેઓ ઘરની બહાર નિકળે નહીં.

No comments:

Post a Comment