Search This Website

Monday, April 26, 2021

ઇડરમાં 8 દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન, હિંમતનગર-પ્રાંતિજ પછી સાબરકાંઠાનું ત્રીજુ શહેર બંધ





ઇડરમાં 8 દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન, હિંમતનગર-પ્રાંતિજ પછી સાબરકાંઠાનું ત્રીજુ શહેર બંધ

-April 26, 2021











હિંમતનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે કેટલાક શહેર અને નગરો સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી રહ્યા છે. સાબરકાંઠામાં પણ હિંમતનગર,પ્રાંતિજ બાદ હવે ઇડરમાં 8 દિવસનું સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.


કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ઇડર પ્રાંત કચેરીએ વેપારી મંડળ અને તંત્ર સાથેની મીટિંગમાં 8 દિવસ સુધી લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. ઇડરમાં આવતીકાલ 27 એપ્રિલથી 5 મે સુધી ઇડર તાલુકામાં કડક લૉકડાઉનનો અમલ કરવાનો રહેશે. જોકે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ દૂધ પાર્લરને સવારના 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન મેડિકલ સેવાઓ પણ ચાલુ રહેશે.

આ પહેલા ઇડરમાં 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દરરોજના સાંજના 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, કોરોનાના કેસમાં સતત વધારો થયા બાદ 8 દિવસના સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન કોઇએ કામ વગર ઘરની બહાર નીકળવાનું રહેશે નહી અને માસ્ક ફરજિયાત પહેરવુ પડશે.


અહેવાલ: ઉમંગ રાવલ, સાબરકાંઠા

No comments:

Post a Comment