ગુજરાતમાં અમદાવાદ સહિત 8 મનપા વિસ્તારમાં લાગી શકે છે લૉકડાઉન, સરકાર કરી રહી છે વિચારણા
-April 19, 2021
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા 8 મહાનગરપાલિકા વિસ્તારમાં લૉકડાઉન લગાવવામાં આવી શકે છે. રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. દિલ્હી-રાજસ્થાન સહિતના રાજ્યોએ પણ કોરોનાની ચેન તોડવા માટે આંશિક લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.
અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 1 લાખને પાર
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને મૃતકઆંક પણ વધ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે જ્યારે 2600થી વધુ દર્દીના મોત થયા છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ઓક્સિજનની માંગ વધી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેડ જ ખાલી નથી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને લઇને 97 ટકા બેડ ભરેલા છે. ઑક્સિજન વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 આઇશોલેશન બેડને ઓક્સિજન બેડમાં રૂપાંતર કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતોરાત કચ્છમાંથી 1000 ઓક્સિજન (O2) સિલિન્ડર મેળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં lockdown અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય વિચારણા પૂરજોશમાં ગુજરાતીમાં ન્યુઝ વાંચવા અહીં ક્લિક કરો
રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર પણ હોસ્પિટલમાં બેડ ખાલી ના હોવાનો સ્વીકાર કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,340 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 110 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાને કારણે 858 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
No comments:
Post a Comment