ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે ‘કોવિશીલ્ડ’, રાજ્ય સરકારો માટે ₹ 400નો એક ડોઝ
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ સામે જંગને વધારે સક્ષમ બનાવતા 1-મેથી વૅક્સિનેશન અભિયાનનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને વૅક્સિન કેટલા રૂપિયામાં મળશે? તેની જાહેરાત કરી દેવામાં આવી છે. Covishield Vaccine Prices
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે વૅક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરી દીધી છે. જે મુજબ “કોવિશીલ્ડ”નો એક ડોઝ ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયામાં મળશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે 18 વર્ષથી વધુ વયના લોકો સરકારી હોસ્પિટલમાં 400 રૂપિયા ચૂકવીને, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયા ચૂકવીને વૅક્સિનનો ડોઝ લગાવી શકે છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ આગળ જણાવ્યું છે કે, કંપનીએ કુલ ઉત્પાદનના 50 ટકા વૅક્સિન ભારત સરકારના વૅક્સિનેશન અભિયાનને આપશે, જ્યારે અન્ય 50 ટકા વૅક્સિન રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે રહેશે.
આ પણ વાંચો: ભારતમાં કોરોના વાઈરસના ટ્રિપલ મ્યૂટેન્ટનો ખતરો વધ્યો, વૅક્સિનથી વધુ નિયમોનું પાલન કરવું જરૂરી
જણાવી દઈએ કે, અત્યાર સુધી માત્ર ભારત સરકાર જ વૅક્સિન ખરીદી શકતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર પણ વૅક્સિન ખરીદી શકશે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 1 મેથી સમગ્ર દેશમાં વૅક્સિનેશન ડ્રાઈવનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને પણ વૅક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી માત્ર 45 વર્ષથી વધુ વયના લોકોને જ વૅક્સિન આપવામાં આવતી હતી. જો કે દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ તરફથી યુવાનોને પણ વૅક્સિનનો ડોઝ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
PM મોદીએ દેશના વરિષ્ઠ ડૉક્ટરો સાથે વાટાઘાટો કરીને આ નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકાર એક વર્ષથી સતત પ્રયત્ન કરી રહી છે કે, વધુમાં વધુ દેશવાસીઓને ઓછામાં ઓછા સમયમાં વૅક્સિન આપવામાં આવી શકે. આ બેઠકમાં ઈન્ડિયન કંપનીઓની વૅક્સિનના વધુ ઉપ્તાદન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય વિદેશી અને ભારતીય કંપનીઓની વૅક્સિનને મંજૂરી આપવાની વાત કરવામાં આવીૂ હતી.
No comments:
Post a Comment