Search This Website

Thursday, April 8, 2021

કોરોનાનો ભયઃ સમગ્ર મપ્રમાં શુક્રવાર સાંજે 6થી સોમવારે સવારે 6 સુધી ટોટલ લોકડાઉન




કોરોનાનો ભયઃ સમગ્ર મપ્રમાં શુક્રવાર સાંજે 6થી સોમવારે સવારે 6 સુધી ટોટલ લોકડાઉન













સાંજે PMની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, મોટી જાહેરાત થવાની સંભાવના
CM શિવરાજે કહ્યું- મારો ઇરાદો લોકડાઉન લાદવાનો ન હતો પણ….
એક દિવસ પહેલાં જ મધ્યપ્રદેશમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી

ભોપાલઃ સમગ્ર દેશને કોરોનાની બીજી લહેર પોતાના ભરડામાં લઇ રહી છે. ત્યારે છત્તીસગઢના રાયપુર બાદ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ 60 કલાકનુ સંપૂર્ણ લોકડાઉન (Madhya Pradesh Lockdown) લાદી દેવાયું. દેશમાં ગુરુવારે રેકોર્ડ 1.26 લાખથી વધુ નવા કોરોના દર્દી નોંધાયા. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને દિલ્હીની સ્થિતિ બહુ ચિંતાજનક છે. ત્યારે મધ્યપ્રદેશ સરકારે વીકએન્ડ કરફ્યૂની જાહેરાત કરી દીધી. હવે દેશભરમાં ફરી લોકડાઉનના ભણકાર વાગી રહ્યા છે.




મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે સવારે અધિકારીઓ સાથેની બેઠક બાદ શુક્રવાર રાજ્યના તમામ શહેરોમાં શુક્રવાર સવારથી સોમવાર સાંજે 6 વાગ્યા સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો. લોકડાઉનનો આ સમય 60 કલાકનો રહેશે.


બેઠક બાદ શિવરાજે કહ્યું કે મારો ઇરાદો ક્યારેય લોકડાઉન દાદવાનો નહતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાને લઇ( Madhya Pradesh Lockdown) નિર્ણય લેવો પડ્યો છે. નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 10 દિવસનું લોકડાઉન

એક દિવસ પહેલાં જ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે. એટલે કે 9થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ શહેર બંધ રહેશે. છેલ્લા 24 કલાકમાં 3 હજારની આસપાસ કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો. બીજુ કોરોનાની બીજી લહેરમાં રાયપુર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરનાર દેશનું પ્રથમ શહેર અને રાજધાની બની છે.
મધ્યપ્રદેશમાં 24 કલાકમાં 4,043 નવા દર્દી નોંધાયા

મધ્યપ્રદેશમાં બુધવારે 4,043 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,126 લોકો સાજા થયા, જ્યારે 13 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.18 લાખ લોકો સંક્રમણ ની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.87 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,086 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 26,059 લોકો સારવાર લઈ રહ્યા છે.

દેશભરમાં તમામ રાજ્યો પોતપોતાના હિસાબે કોરોનાને કાબૂમાં લેવા પગલા લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે સાંજે ફરી તમામ મુખ્યમંત્રીઓ સાથે બઠક કરવાના છે. તેમાં સંભવતઃ દેશભરમાં કે કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત થઇ શકે છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડે ભારતમાં કોરોનાના વધેલા કેસોને પગલે ભારતીયોની પોતાને ત્યાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દેશભરમાં એક દિવસમાં કોરોનાનો આંકડો 1.26 લાખથી વધુ

દેશભરમાં બુધવારે દેશમાં રેકોર્ડ 1 લાખ 26 હજાર 265 લોકો પોઝિટિવ મળ્યા હતા. ગયા વર્ષે મહામારી શરૂ થઇ ત્યાર બાદ આ પહેલીવાર છે, જ્યારે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ 6 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1.15 લાખ લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા. 



આ ઉપરાંત બુધવારે 684 દર્દીનાં મોત નીપજ્યાં હતાં અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે, તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દી મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.

No comments:

Post a Comment