Search This Website

Wednesday, April 7, 2021

ગુજરાતમાં ડરાવી રહ્યાં છે કોરોનાના આંકડા, છેલ્લા 6 દિવસમાં 17 હજારથી વધુ કેસ




ગુજરાતમાં ડરાવી રહ્યાં છે કોરોનાના આંકડા, છેલ્લા 6 દિવસમાં 17 હજારથી વધુ કેસ
















ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે દરરોજ નવા કેસ નવો રેકોર્ડ સર્જી રહ્યાં છે. મંગળવારે પૂરા થયેલા 24 કલાકમાં કોરોનાના 3280 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 17 લોકોના મરણ નોંધાયા છે.


 

આમ દર કલાકે રાજ્યમાં 136 પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 798 કેસ, સુરતમાં 615, વડોદરા 218 રાજકોટમાં 321 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 93.24% પર પહોંચી ચૂક્યો છે.


આ પણ વાંચો મહારાષ્ટ્રમાં નવા કેસ 50 હજારને પાર, દિલ્હીમાં તૂટ્યો 6 મહિનાનો રેકોર્ડ

નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 3,24,878 પર પહોંચી ચૂક્યો છે. કોરોનાને લઈને રાજ્યમાં દિન-પ્રતિદિન સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. આ પ્રથમ વખત છે, જ્યારે અમદાવાદ અને સુરત જિલ્લામાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હોય.



આ પણ વાંચો કોરોનાના વધતા સંકટ વચ્ચે હાઈકોર્ટનો આદેશ- ‘કારમાં એકલા હશો તો પણ માસ્ક જરૂરી

જેમાં અમદાવાદ જિલ્લામાં કુલ 817 જેમાં શહેરી વિસ્તારમાં 798 કેસ નોંધાયા છે. જ્યારે સુરત જિલ્લામાં 811 દર્દીઓ નોંધાયા છે. જેમાં શેહરી વિસ્તારના 615 અને ગ્રામિણ વિસ્તારના 196 કેસ છે. મંગળવારે વધુ 17 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદવાદ અને સુરતમાં 7-7 સંક્રમિતોના મોત થયા છે. આ સિવાય રાજકોટમાં 2 અને વડોદરામાં એક દર્દીને જીવલેણ વાઈરસ ભરખી ચૂક્યો છે. Gujarat Corona Cases

છેલ્લા 4 મહિનામાં એક દિવસમાં કોરોનાથી મોતનો આ સર્વાધિક આંકડો છે. અગાઉ 6 ડિસેમ્બરે એક દિવસમાં આટલા જ મરણ નોંધાયા હતા. આમ અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસ રાજ્યના 4598 લોકોને ભરખી ચૂક્યો છે.

એપ્રિલના 6 દિવસમાં જ 17,180 પોઝિટિવ કેસ Corona Cases in Gujarat


રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરી-2021માં કોરોનાના 16,502 પોઝિટિવ કેસ અને 81 મરણ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરી-2021માં 8349 કેસ અને 23ના મોત થયા હતા. માર્ચ મહિનામાં 37,809 કેસ અને 109ના મૃત્યુ નીપજ્યા હતા. જેની સરખામણીમાં એપ્રિલ મહિનાના માત્ર 6 દિવસમાં જ 17,180 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 79 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં વૅક્સિનેશનની કામગીરી કેટલે પહોંચી? Corona Cases in Gujarat
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વિરોધી રસીના પ્રથમ ડોઝમાં 70,38,445 અને બીજા ડોઝમાં 8,47,185 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યુ છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 2,75,777 અને બીજા ડોઝ અંતર્ગત 29,886 લોકોને વૅક્સિન આપવામાં આવી છે.

No comments:

Post a Comment