ગુજરાતમાં કોરોનાના કેસ પ્રથમ વખત 5000ની પાર, 49 લોકોના મોત
-April 10, 2021
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો પ્રથમ વખત 5000ની પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણનું ડરામણુ સ્વરૂપ સામે આવ્યુ છે અને આ મહામારીને કારણે 49 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ખરાબ છે.
અમદાવાદમાં 1400થી વધુ કેસ
અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 1409 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 913 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 462, વડોદરા શહેરમાં 287, સુરત ગ્રામ્યમાં 239, જામનગર શહેરમાં 164, વડોદરા ગ્રામ્યમાં 158, પાટણમાં119, જામનગર ગ્રામ્યમાં 111, મહેસાણામાં 102 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
કોરોનાને કારણે 49 દર્દીઓએ ગુમાવ્યો જીવ
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 49 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત શહેરમાં સૌથી વધુ 15 લોકોના મોત થયા છે જ્યારે અમદાવાદ શહેરમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરમાં પણ 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 2, સુરેન્દ્રનગરમાં 2, છોટા ઉદેપુર, સુરત, ગાંધીનગર અને ગાંધીનગર શહેરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.
આ પણ વાંચો :- કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો ગભરાવવાની જરૂર નથી આ પગલા અનુસરો
રાજ્યમાં રસીકરણ
રાજ્યમાં કુલ 2 લાખ 87 હજાર 617 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 3 લાખ 12 હજાર 151 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે.
રાજ્યમાં રસીકરણ
રાજ્યમાં કુલ 2 લાખ 87 હજાર 617 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 3 લાખ 12 હજાર 151 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.27 ટકા છે.
No comments:
Post a Comment