Search This Website

Saturday, April 3, 2021

કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં 5 એપ્રિલથી 1થી 9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ



કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં 5 એપ્રિલથી 1થી 9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ


By gkeduinfo -April 03, 2021





ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા 5 એપ્રિલથી 1થી 9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ કાર્યને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી. કોર કમિટીના નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યા સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે.

10-12ની પરીક્ષાને લઇને ફેલાઇ હતી અફવા


રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા મે મહિનામાં યોજાનાર ધોરણ 10-12ની પરીક્ષામાં ફેરફાર થયાની સોશિયલ મીડિયા પર અફવા ફેલાઇ હતી. જોકે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા અગાઉના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ લેવામાં આવશે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.

No comments:

Post a Comment