હવે ઘરે-ઘરે વૅક્સિનેશનની તૈયારી! દેશમાં 45થી ઓછી વયના લોકોને પણ જલ્દી લાગશે કોરોના વિરોધી રસી
નવી દિલ્હી: દેશમાં નવી વૅક્સિન સ્પૂતનિક-વીની એન્ટ્રી થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર કેટલીક અન્ય વૅક્સિનને પણ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. દેશની અનેક કંપનીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ઘરે-ઘરે જઈને એટલે કે ડોર સ્ટેપ વૅક્સિનેશન માટે સંપર્ક કર્યો છે. આગામી થોડા દિવસોમાં આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે વૅક્સિનેશનની પ્રક્રિયાએ પણ વેગ પકડ્યો છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો કોરોના વિરોધી રસી લઈ ચૂક્યા છે. સ્પૂતનિક વીને મંજૂરી મળવા સાથે જ લોકોને ઘરે-ઘરે જઈને વૅક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
No comments:
Post a Comment