*એક જ પોલિસીમાં 43 ગંભીર બીમારીઓનું કવર:બજાજા એલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સે નવી પોલિસી લોન્ચ કરી, પ્રારંભિક તબક્કામાં પણ બીમારીઓ કવર થશે*
બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સે ક્રિટી કેર નામથી એક વીમા પોલિસી લોન્ચ કરી છે. આ એક એવી પોલિસી છે જેમાં 43 ગંભીર બીમારીઓને સામેલ કરવામાં આવી છે. તેમાં ગ્રાહક પોતાના હિસાબથી પોતાના કવરેજને કોઈપણ અથવા 5 સેક્શનમાં ડિઝાઈન કરી શકે છે. તેમાં વેઈટિંગ પિરિઅડથી લઈને સર્વાઈવલ પિરિઅડ સામેલ છે. તેમાં પ્રારંભિક અને એડવાન્સ બંને તબક્કામાં કવરેજ હશે.
પોલિસીના સ્ટ્રક્ચરની આઝાદી
કંપનીની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ પ્રોડક્ટની પાછળનો વિચાર એ છે કે ગ્રાહકોને ન માત્ર તેમની જરૂરિયાતના અનુસાર પોલિસી સ્ટ્રક્ચરની આઝાદી આપવામાં આવે, પરંતુ તેને સંકટના સમયમાં ફાઈનાન્શિયલ સપોર્ટ પણ મળે. આ પોલિસીમાં દરેક સેક્શનમાં સમ એશ્યોર્ડ એટલે કે પોલિસીધારકની બીમારીમાં જે ખર્ચ માટે પૈસા મળે છે, તે 1 લાખથી 50 લાખ રૂપિયાની વચ્ચે છે.
કુલ સમ એશ્યોર્ડ 2 કરોડ રૂપિયા
તેમાં વધુમાં વધુ કુલ સમ એશ્યોર્ડ 2 કરોડ રૂપિયા હશે. તેમાં 5 સેક્શનમાં કેન્સર કેર, કાર્ડિયોવાસ્ક્યુલર કેર, કિડની કેર, ન્યૂરો કેર, ટ્રાન્સપ્લાન્ટ કેર અને સેન્સરી ઓર્ગન કેર સામેલ છે. દરેક સેક્શનમાં એક ખાસ લિસ્ટ છે. કેટેગરી Aમાં શરૂઆતના તબક્કાની બીમારીઓને કવર કરવામાં આવી છે. કેટેગરી B એડવાન્સ સ્ટેજ માટે છે. જો પોલિસીધારક કેટેગરી A અંતર્ગત દાવો કરે છે તો તેને તે સેક્શનના સમ એશ્યોર્ડના 25% હિસ્સો મળશે. કેટેગરી Bમાં તેને સમ એશ્યોર્ડના 100% હિસ્સો મળશે.
વેઈટિંગ પિરિઅડ 120 દિવસથી 180 દિવસ
ગ્રાહકો તેમાં વેઈટિંગ પિરિઅડ 120 દિવસ અથવા 180 દિવસને પસંદ કરી શકે છે. સાથે સર્વાઈવલ પિરિઅડ શૂન્યથી 7 દિવસ, 15 દિવસ હોઈ શકે છે. આ પોલિસી વ્યક્તિગત લેવલ પર ઉપલબ્ધ છે. તેને 1,2 અને 3 વર્ષ માટે લઈ શકાય છે. આ પોલિસી પ્રીમિયમ પોલિસી ધારકની ઉંમર, સમ એશ્યોર્ડ, ગંભીર બીમારીઓ, વેઈટિંગ પિરિઅડ અને સર્વાઈવલ પિરિઅડના આધાર પર હશે. પોલિસી ધારક વધારાના ફાયદા તરીકે પણ તેને લઈ શકે છે. જે પોલિસીમાં એક મર્યાદિત રીતે બિલ્ટ છે. આ ફાયદામાં કેન્સર રીસ્ટ્રીક્ટીવ સર્જરી, કાર્ડિયાક નર્સિંગ, ડાયાલિસિસ કેર, ફિઝિયોથેરપી કેર છે.
લોકો ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે
આ અંગે કંપનીના MD અને CEO તપન સિંઘલે જણાવ્યું કે, અમે જોયું છે કે મોટાભાગના લોકો જીવનધોરણમાં પરિવર્તનને લીધે ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. તે ઉપરાંત તેમને બીજી પણ બીમારીઓ થઈ રહી છે. તેની સારવારના ખર્ચથી તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. અમારી આ પ્રોડક્ટથી અમારો ઉદ્દેશ્ય ન માત્ર ગ્રાહકોને ડિઝાઈનની આઝાદી આપવાનો છે પરંતુ તેમની જરૂરિયાતો પ્રમાણે પોલિસી બનાવવાનો છે. તે સાથે તેમને વધારાનો ફાયદો પણ આપવાનો છે.
ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ
આ પોલિસીમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 65 વર્ષની વય હોવી જોઈએ. બાળકો માટે 3 મહિનાથી લઈને 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. તેમાં રિન્યુઅલ પણ કરાવવું પડશે. આ પોલિસી અંતર્ગત ખુદ પોલિસીધારક, તેમની પત્ની અથવા પતિ, તેના પર નિર્ભર બાળકો, પૌત્રો, માતા-પિતા, સાસુ-સસરા, બહેન, ભાઈ, કાકા અને કાકીને કવર કરી શકે છે. આ પોલિસીનું પ્રીમિયમ હપ્તામાં ચૂકવી શકાય છે.
3 લોકોના કવર પર આ સમ એશ્યોર્ડ મળશે
તેના અનુસાર, તેમાં 3 લોકોને કવર કરવામાં આવે છે અને પહેલાની ઉંમર 35 વર્ષની છે તો કેન્સર કેર, કાર્ડિયાક કેર, અને કિડની કેર સેક્શનમાં 50-50 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હશે. એટલે કે દરેક સેક્શનનો 50 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હશે. બીજા સભ્યોની ઉંમર 33 વર્ષની છે તો સમ એશ્યોર્ડ 25-25 લાખ અને ત્રીજાની ઉંમર 8 વર્ષની છે તો 10-10 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હશે. તેમાં પ્રીમિયમ 5,200 રૂપિયા, 2,600 અને 930 રૂપિયા હશે. ત્યારબાદ GST પણ લાદવામાં આવશે.
*સૌજન્ય :divyabhaskar*
No comments:
Post a Comment