કોરોનાની દેશમાં રોજ 4 લાખ નવા કેસ નોંધાવવા તરફ દોટ, મૃત્યુ પણ 3500ને પાર
વિશ્વમાં 24 કલાકમાં 9 લાખ નવા કેસમાં આશરે અડધા ભારતના, ભારે ચિંતાનો વિષય
નવી દિલ્હીઃ ભારતમાં હવે સમગ્ર વિશ્વના કોઇ પણ દેશ કરતા દરરોજ કોરોનાના નવા કેસો (India Nonstop Corona Cases )આવી રહ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસો 4 લાખ થવા તરફ દોટ કરી રહ્યા છે.
એક દિવસના મૃત્યુની સંખ્યા પણ વધીને 3500નને પાર પહોંચી ગઇ છે. સમગ્ર વિશ્વમાં એક દિવસમાં 9 લાખ નવા દર્દી આવ્યા. તેમાંથી આશરે અડધા કેસ ભારતના છે. જે બહુ ચિંતાજનક છે.
આ પણ વાંચોઃ શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?
સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62000થી વધુ થઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 3,86,452 કેસ (India Nonstop Corona Cases)નોંધાયા. જ્યારે 3,501 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62000થી વધુ થઇ ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 2 લાખને પાર પહોંચી 2,08,330 થઇ ગયો છે.
દર 100માંથી 21 નાગરિક પોઝિટિવ
દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 31.70 લાખથી વધુ થઇ છે. કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. એટલે દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી દર 21.51 રહ્યો છે. ગત સપ્તાહે પોઝિટિવિટી દર 18.32% હતો. એટલે દર 100 લોકોમાંથી 18 લોકો જ પોઝિટિવ થયા.
સતત ચોથા દિવસે 3000થી વધુનાં મોત
ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 3 લાખ 86 હજાર 854 નવા દર્દી આવ્યા. 24 કલાકમાં નોંધાયેલા નવા દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 28 એપ્રિલના રોજ 3.79 લાખ દર્દીઓની ઓળખ થઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,501 લોકોનાં મોત થયાં છે. આ સતત ચોથો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં બુધવારે 3,646 મૃત્યુ નોંધાયાં હતાં. રાહતની વાત છે કે આ 24 કલાકમાં 2 લાખ 91 હજાર 484 લોકો સ્વસ્થ થયા.
મહારાષ્ટ્રમાં ગુરુવારે 66,159 નવા કેસ આવ્યા. 68,537 લોકો સાજા થયા અને 771 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 45 લાખ 39 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 37.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 67 હજાર 985 લોકોનાં મોત થયા. 6 લાખ 70 હજાર 481 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં એક દિવસનો મૃત્યુઆંત 400ની નજીક
દિલ્હીમાં 24,235 કેસ મળ્યા. 25,615 દર્દી રિકવર થયા અને 395 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 11 લાખ 22 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 10 લાખ 08 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 15,772 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,977ની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં 14,327નવા કેસ નોંધાયા
ગુજરાતમાં પણ 14,327નવા કેસ નોંધાયા. 9,544 લોકો સાજા થયા અને 180 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 53 હજાર 172 લોકોને સંક્રમણ લાગ્યું છે. એ પૈકી 4 લાખ 8 હજાર 368 લોકો સાજા થયા છે, 7,010 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,37,794 દર્દી સારવાર લઈ રહ્યા છે.
દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતા ત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેન્ટિલેટરની અછત હતી. હવે આ આંકડો 31 લાખથી વધુ પર પહોંચી ગયો છે. તેમાં દરરોજ એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે. જો સક્રિય કેસની સંખ્યામાં આ રીતે જ વધારો થતો રહ્યો, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
આગામી દિવસોમાં આખા દેશમાં મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હાલમાં જે સંસાધનો એકઠાં કરવામાં આવી રહ્યાં છે એ ફક્ત 10% દર્દીઓ માટે જ કામ આવી શકશે, બાકીના 90% દર્દીઓએ અવ્યવસ્થાનો ભાર સહન કરવો પડશે.
દેશમાં કોરોનાનો ગ્રાફ
છેલ્લા 24 કલાકમાં નવા કેસ: 3.86 લાખ
એક દિવસમાં મૃત્યુ: 3,501
છેલ્લા 24 કલાકમાં રિકવરી: 2.91 લાખ
અત્યારસુધીમાં કુલ કેસ: 1.87 કરોડ
અત્યારસુધી સાજા થયા: 1.53 કરોડ
દેશમાં કુલ મૃત્યુઆંક: 2.08 લાખ
હજુ સારવાર હેઠળ દર્દી : 31.64 લાખ
No comments:
Post a Comment