Search This Website

Thursday, April 22, 2021

ગુજરાતમાં 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે




ગુજરાતમાં 30 એપ્રિલ સુધી બેન્કો સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે









કોરોનાને કારણે રાજયભરની બેન્કોના સમયમાં કરાયો ફેરફારઃ ATM ફુલ કરાશે


અમદાવાદઃ દેશની સાથે સાથે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર (Gujarat Bank time change)કરવામાં આવ્યો છે. આમ આજથી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે.

પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગતા ગ્રાહકોએ 2 બપોરે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે. પીછી તેમને ધક્કો ખાવો પડશે.



રાજ્યસ્તરના બેન્કર્સની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં આ બાબતે 15 એપ્રિલના રોજ રાજ્યસ્તરે બેન્કર્સની એક બેઠક મળી હતી, જેમાં બેન્કના સમયમાં ફેરકાર કરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ સરકારનાં નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે. બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા ખાસ સૂચના અપાઈ છે.
તમામ ક્ષેત્રોની ઓફિસમાં 50 ટકા કર્ચચારીઓ

કોરોના મહામારીને પગલે હાલમાં તમામ ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે, જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો (Gujarat Bank time change) કરી દેવામાં આવ્યો છે. મોટાભાગે વર્કફ્રોમ કરવામાં આવી રહ્યું છે.


ઘણી બેન્કોના કર્મચારીઓ પણ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલીક બેન્કોમાં સેનિટાઇઝેશનનું કામ પણ ચાલુ છે.
રાજ્યમાં 24 કલાકમાં 12553 પોઝિટિવ કેસ

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસની સામે મૃત્યુઆંક પણ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 12553 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 4802 લોકો સાજા થઈ પરત ફર્યા છે. જો કે, 24 કલાકમાં 125 દર્દીઓના મોત થયા છે જે ચિંતાજનક બાબત છે. રાજ્યનો રિકવરી રેટ 79.61 ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં 22, સુરત શહેરમાં 25, મહેસાણામાં 3, સુરત જિલ્લામાં 3, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 8, જામનગર શહેરમાં 4, વડોદરામાં 5, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 3, જામનગરમાં 4, પાટણમાં 2, ગાંધીનગર શહેરમાં 1, ભાવનગર શહેરમાં 3, રાજકોટમાં 4, ખેડામાં 1, સાબરકાંઠામાં 3, ભાવનગરમાં 3, ગાંધીનગર 2, જૂનાગઢ 1, અમદાવાદમાં 1, વલસાડમાં 1, સુરેન્દ્રનગર 3, મોરબી 3, મહીસાગર 2, અરવલ્લી 1, પોરબંદર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 3, છોટા ઉદેપુરમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

No comments:

Post a Comment