Search This Website

Friday, April 16, 2021

વધુ એક ચોંકાવનાર દાવો- કોરોનાની બીજી લહેર 3 મહિના સુધી રહેશે




વધુ એક ચોંકાવનાર દાવો- કોરોનાની બીજી લહેર 3 મહિના સુધી રહેશે













નવી દિલ્હી
: કોરોના વાયરસને લઈને પ્રતિદિવસ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. લાન્સેન્ટ રિપોર્ટમાં પુરાવાઓ સાથે કહેવામાં આવ્યું હતુ કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. તો હવે નિષ્ણાતોના વધુ એક પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાની બીજી લહેર ત્રણ મહિનાથી પણ વધારે સમય રહેશે.




દક્ષિણ પૂર્વ દિલ્હી પોલીસની એક વિશેષજ્ઞ દ્વારા તૈયાર કરેલા એક પરામર્શ અનુસાર, કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે અને આવી રીતની લહેર 70 ટકા વસ્તીને રસી આપવા અને હર્ડ ઈમ્યુનિટી મેળવવા સુધી આવતી રહેશે. હર્ડ ઈમ્યુનિટીથી સંક્રામક બિમારીઓ વિરૂદ્ધ અપ્રત્યક્ષ રૂપથી બચાવ થાય છે. આવું ત્યારે થાય છે, જ્યારે મોટા પ્રમાણમાં વસ્તીને રસી આપ્યા પછી અથવા સંક્રમણમાંથી બહાર આવ્યા પછી કોરોના વિરૂદ્ધ ઈમ્યુનિટી વિકસિત કરી લે છે. સમૂહની આ સામૂહિક ઈમ્યુનિટીને જ હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે.




પોલીસ કર્મચારીઓ વચ્ચે જાગૃત્તા પેદા કરવાના ઉદ્દેશ્યથી ડો. નીરજ કૌશિકના પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે, નવા મ્યૂટેન્ટ વાયરસમાં રોગપ્રતિકારક શક્તિ અને તે રસીની અસર છોડવાની ક્ષમતા પણ ધરાવે છે. એવા લોકો જેમને રસી આપી દેવામાં આવી હોય છે, તેઓ ફરીથી સંક્રમિત થવાનું કારણ તે જ છે. ડો. કૌશિકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, મ્યૂટેટેડ વાયરસ એટલો ચેપી છે કે, જો આનાથી એક સભ્ય પ્રભાવિત થાય છે તો આખા પરિવારને સંક્રમણ લાગી જાય છે. આ બાળકો ઉપર પણ હાવી છે.



તેમને કહ્યું કે, નિયમિત આરટી-પીસીઆટ તપાસ મ્યૂટેટેડ વાયરસને શોધી શકતી નથી. જો કે, ગંધ ન આવે તે એક મોટી નિશાની છે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે. પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે. આવી લહેરો ત્યાર સુધી આવતી રહેશે જ્યાર સુધી 70 ટકા રસીકરણ અને હર્ટ ઈમ્યુનિટીને પ્રાપ્ત કરી લેવામાં આવે નહીં. તેથી પોતાના સુરક્ષા ઉપાયો વિશેષ કરીને માસ્ક લગાવવું છોડવું જોઈએ નહીં

No comments:

Post a Comment