
અહીં હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 3 કોરોનાના દર્દીના મોત, આ ધારાસભ્યએ PM મોદી પાસે માંગી મદદ
posted on at
- ઓક્સિજનની અછતના લીધે 3 દર્દીના મોત
- નાલાસોપારાના ધારાસભ્યએ પીએમ મોદીને મદદ માટે સાદ પાડ્યો
- ધારાસભ્યએ ટ્વીટ કરી મામલામાં પીએમ મોદી પાસે મદદ માંગી
ઓક્સિજનની અછતના લીધે 3 દર્દીના મોત
દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યની સ્થિતિ કથળી રહી છે. કોરોનાની રસીની પણ અછત સર્જાઈ છે. પરંતુ સ્થિતિ અત્યારે પણ ગંભીર થઈ રહી છે. મુંબઈને અડીને આવેલા નાલાસોપારા વિસ્તારમાં એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હોવાના કારણે 3 કોરોનાના દર્દીઓના મોત થયા છે. આ બાદ લોકોએ ખૂબ હોબાળો કર્યો હતો.
નાલાસોપારાના ધારાસભ્યએ પીએમ મોદીને મદદ માટે સાદ પાડ્યો
આ સમગ્ર ઘટના બાદ નાલાસોપારાના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે પીએમ મોદીને મદદ માટે સાદ પાડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મામલો નાલાસોપારાના વિનાયક હોસ્પિટલનો છે. લોકોનો આરોપ છે કે ત્યાં ઓક્સિજનની અછતના કારણે 7 કોરોનાના દર્દીઓના મોત થયા છે. ત્યારે ધારાસભ્યએ પોતાની ટ્વીટમાં 3 દર્દીઓના મોતની વાત કરી છે.
ધારાસભ્યએ ટ્વીટ કરી મામલામાં પીએમ મોદી પાસે મદદ માંગી
જાણકારી આપવામાં આવી રહી છે કે મંગળવારે સવારે હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો હતો. ત્યારે વિસ્તારના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે મામલાની જાણકારી આપતા જણાવ્યું કે ઓક્સિજનની અછતના કારણે 3 લોકોના મોત થયા છે. તેમણે ટ્વીટ કરી મામલામાં પીએમ મોદી પાસે મદદ માંગી છે.
વસઈ તાલુકામાં ઓક્સિજનની ભારે અછત
તેમણે લખ્યુ છે કે પીએમ કાર્યાલયનું ધ્યાન આ ગંભીર મામલા તરફ ખેંચવા માંગુ છુ. વસઈ તાલુકામાં ઓક્સિજનની ભારે અછત છે. ઓક્સિજનની સપ્લાય ફક્ત 3 કલાક સુધી થઈ શકે છે. આ વિસ્તારમાં કોરોના સંક્રમણના 7 હજાર મામલા વધારે એક્ટિલ કેસના છે. આ સાથે 3 હજાર લોકોને ઓક્સિજનની જરુર છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના સંક્રમણ
મહારાષ્ટ્ર કોરોનાના સક્રિય કેસમાં ટોચ પર છે. રાહતની વાત એ છે કે નવા કેસની સરખામણીએ સ્વસ્થ દર્દીની સંથ્યા વધારે હોવાથી સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સમયે અહીં સૌથી વધારે સક્રિય કેસ 5,64,746 સુધી પહોંચ્યા છે. રાજ્યમાં સંક્રમણના સમયે 51 હજાર 751 નવા કેસ આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 34,58,996 થઈ છે અને સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીની સંખ્યા 28,34,473 થઈ છે. સૌથી વધારે 258 દર્દીના મોત સાથે મોતનો કુલ આંક 58,245 સુધી પહોંચી ચૂક્યો છે.
No comments:
Post a Comment