Search This Website

Friday, April 23, 2021

કોરોના સંકટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટ કાર્નિવલ, 26મીંથી IPLની 12 મેચો રમાશે




કોરોના સંકટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટ કાર્નિવલ, 26મીંથી IPLની 12 મેચો રમાશે








અમદાવાદ: એક તરફ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે નાઈટ કરફ્યુ સહિત જાગૃત નાગરિકો દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. આમ છતાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ફરીથી એક વખત ક્રિકેટ કાર્નિવલ યોજાવા જઈ રહી છે. જે અંતર્ગત 26 એપ્રિલથી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 12 મેચો રમાવા જઈ રહી છે. IP

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 26 એપ્રિલથી 8 લીગ મેચ અને 4 નોકઆઉટ મેચો રમાવાની છે. જેમાં ફાઈનલ, સેમિફાઈનલ સહિતની 4 નોકઆઉટ મેચો પણ સામેલ છે. આ મેચો રમવા માટે વિવિધ ટીમના ખેલાડીઓ 24 એપ્રિલથી અમદાવાદ આવી પહોંચશે.



હાલ કોરોના સંક્રમણને જોતા આઈપીએલ મેચો મુંબઈ અને ચેન્નઈના સ્ટેડિયમોમાં પ્રેક્ષકો વિના રમાડવામાં આવી રહી છે. એવી જ રીતે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગ રૂપે ક્રિકેટ ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે. જો કે અમદાવાદમાં IPLની મેચો રમાતી હોવાથી શહેરના ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયા મહિનામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ટી-20 મેચ જોવા આવેલા IIM-Aના કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેના કારણે સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ સમયે શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લા 3 મેચો પણ પ્રેક્ષકો વિના જ રમાડવામાં આવી હતી. I

No comments:

Post a Comment