Search This Website

Friday, April 16, 2021

કોરોનાના સંકજામાં ગુજરાત: 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 8920 કેસ, 94 દર્દીઓના મોત





કોરોનાના સંકજામાં ગુજરાત: 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 8920 કેસ, 94 દર્દીઓના મોત

-April 16, 2021











રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ગુજરાતને પોતાના સંકજામાં લઈ લીધું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 8920 દર્દીઓ સામે આવ્યા છે અને 3387 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, 94 લોકોના મોત થયા છે. કોરોનાના કેસોની સાથે હવે મોતને આંકડો પણ વધતો જઈ રહ્યો છે.


રાજયમાં દિવસે દિવસે મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે જે હાલ ઘણો ચિંતાનો વિષય છે. જો કે, રાજકોટમાં કોરોનાના તાંડવના કારણે બે દિવસમાં જ 134 જેટલા લોકોના મોત થયા છે. જો કે, કોરોનાની આ ચેઈન તોડવા માટે સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલ રાજયમાં વેક્સિનેશન વધારવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. આજે 1,31,826 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. .

ગુજરાતમાં કોરોનાની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કૉર્પોરેશનમાં 2842, સુરત કૉર્પોરેશન 1522, રાજકોટ કોર્પોરેશન 707, વડોદરા કૉર્પોરેશન 429, સુરત 398, મહેસામા 330, જામનગરમાં 192, ભરૂચમાં 173, વડોદરામાં 171 અને પાટણમાં 125 કોરોનાના કેસો સામે આવ્યા છે. જ્યારે 94 લોકોના મૃત્યુમાંથી 25 અમદાવાદ કૉર્પોરેશન, 24 સુરત કૉર્પોરેશન, રાજકોટ કૉર્પોરેશનમાં 8, વડોદરા કૉર્પોરેશનમાં 8, રાજકોટ 8, મોરબી, 4, સુરેન્દ્રનગર 3, ડાંગ, જામનગર, જામનગર કૉર્પોરેશન, સાબરકાંઠા, સુરતમાં 2-2 મોત થયા છે. અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, વડોદરા, વલસાડમાં 1-1 મોત થયા છે.


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 49,737 એક્ટિવ દર્દી છે, જે પૈકી 283 લોકો વેન્ટિલેટર પર છે અને 49,454 લોકો સ્ટેબલ છે. 3,29,781 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5,170 લોકોનાં મોત નિપજ્યાં છે.

No comments:

Post a Comment