કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 2.34 લાખ નવા કેસ, 1341 લોકોના મોત

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રતિદિવસ કોરોનાના રિપોર્ટ કરવામાં આવતા આંકડા વધારે ડરામણા થતાં જઈ રહ્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1341 લોકોના મોત થયા છે. નવા રિપોર્ટ કરવામાં આવેલા કેસોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સૌથી આગળ છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 63729 નવા કેસ સામે આવ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 27360 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં 19486 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છત્તીસગઢમાં 14912 નવા કેસ અને કર્ણાટકમાં 14859 નવા કેસ સામે આવ્યા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.
કુલ કેસોમાંથી 59.79 કેસ આ પાંચ રાજ્યોમાંથી જ સામે આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાંથી જ 27.15 ટકા કેસ સામે આવ્યા છે. સૌથી વધારે મોતો મહારાષ્ટ્રમાં થઈ છે, જ્યાં 398 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે દિલ્હીમાં 141 લોકોએ દમ તોડ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 1,23,354 લોકો ઠિક થયા છે, જ્યારે 1341 લોકોના મોત થયા છે.
No comments:
Post a Comment