નર્મદાના શિક્ષકનું વેક્સિન લીધાના 23માં દિવસે થયું કોરોનાથી મૃત્યુ
By gkeduinfo
-April 07, 2021

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. નર્મદા જિલ્લામાં પણ રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, અત્યાર સુધી 50થી વધુ લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગંગાપુર શાળાના શિક્ષકનું કોરોના વિરોધી વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ 23માં દિવસે કોરોનાને કારણે મૃત્યુ થઈ હોવાની ઘટના બની છે.
કોરોના પર કાબુ મેળવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોવિડ ટેંસ્ટિંગ વધારી રહ્યું છે તો બીજી બાજુ 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વિરોધી વેકસીન આપવા માટેની કામગીરી કરી રહ્યું છે.નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના ખાતે વેપારીઓ અને લારી ગલ્લાઓ ચલાવતા લોકોને RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે.નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ સહીત અન્ય સરકારી કર્મચારીઓ અને ઘણા શિક્ષકોએ પણ સરકારના આદેશ મુજબ કોરોના વિરોધી વેકસીન લીધી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુરની શાળામાં ધોરણ 9-10 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજે પણ ગંગાપુર PHC ખાતે 16/03/2021 ના રોજ કોરોના વિરોધી વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.દરમિયાન એમને 4 એપ્રિલના રોજ તાવ આવ્યો, પણ પોતે કોરોના વિરોધી વેકસીન લીધી છે એટલે એમને કોરોના નહિ જ હોય એમ એમને લાગ્યું.એમણે 2-3 દિવસ સામાન્ય તાવની દવા પણ લીધી.હવે અચાનક 5/04/2021 ના રોજ બપોરે એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.
દરમિયાન એમનો મિત્ર ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી એમને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં લવાયા.ત્યાં એમનો એન્ટીજન કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો.ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજને 8:35 વાગે ગંભીર હાલતમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા અને ઓક્સિજન લેવલ સતત ઘટવાને લીધે રાત્રે 11:30 વાગે એમનું મૃત્યુ થયું.
ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજને વેન્ટિલેટર પર કેમ ન લેવાયા?
ડેડીયાપાડાથી ગંભીર હાલતમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લવાયેલા ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.જ્યારે એમને દાખલ કર્યા ત્યારે જ એમનું ઓક્સિજન લેવલ 77 હતું જે ધીમે ધીમે સતત ઘટી રહ્યું હતું.હવે આવા સમયે દર્દીને ફક્ત ઓક્સિજન પર રાખી સારવાર કરાઈ રહી હતી, ત્યારે એમને વેન્ટિલેટર પર કેમ ન મુકાયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જો દર્દીને વેન્ટિલેટર પર મુકાયા હોત તો કદાચ આજે તેઓ જીવીત હોત.
No comments:
Post a Comment