*1.* દફતર માટે વપરાતા RECORD શબ્દ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
(અ) મૂળ ગ્રીક શબ્દ Dossiers પરથી ઉતરી આવેલ છે.
(બ) ગુજરાતીમાં તેને દસ્તાવેજ કહે છે.
(ક) મૂળ લેટિન શબ્દ Recordari પરથી ઉતરી આવેલ છે.
(ડ) Oxford Dictionary માં તેનો ઉલ્લેખ codies તરીકે થયેલ છે.
*2.* સતાવાર દફતરોના કેટલા પ્રકાર છે?
(અ) 2
(બ) 3
(ક) 4
(ડ) આપેલ એક પણ નહી.
*3.* હ્યુ-એન-ત્સાંગે તેની પ્રવાસ નોંધોમાં બૌદ્ધ સમયમાં દફતર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?
(અ) વૃતાંત
(બ) શાહી ફરમાનોનો સંગ્રહ
(ક) અક્ષપટલ
(ડ) નિલપિત
*4.* મુદ્રણ વિદ્યાની શોધ અને કાગળોનો લેખન માટે ઉપયોગ થયો તે પૂર્વે ભારતમાં વિદ્યાર્થીઓ કંઇ પદ્ધતિથી માહિતી જાળવી રાખીને વારસાનું વિતરણ કરવાની પ્રથા હતી?
(અ) કંઠોપકંઠ પદ્ધતિ
(બ) સામયાવધિ પદ્ધતિ
(ક) શૈલ અંકન પદ્ધતિ
(ડ) પ્રતિક વિચાર પદ્ધતિ
*5.* Archives (આર્કાઇવ્ઝ) શબ્દના શબ્દાર્થ તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
(અ) દફ્તર
(બ) જ્યા દફતર સાચવવાનું છે તે ‘મકાન’
(ક) જે દફતરોની જાળવણી અને સાચવણી કરે છે તે ‘વહીવટી માળખું’
(ડ) આપેલ તમામ
*6.* 1981ની આર્કિવલ પોલીસી કયારે પ્રસ્તુત થઇ?
(અ) 21 માર્ચ
(બ) 21 એપ્રિલ
(ક) 21 જાન્યુઆરી
(ડ) 21 ઓગસ્ટ
*7.* દફતરો સાચવવાની સમયમર્યાદાના આધારે દફતરોને કેટલા વિભાગ/વર્ગમાં વહેંચવમાં આવ્યા છે?
(અ) 4 વર્ગમાં
(બ) 2 વર્ગમાં
(ક) 5 વર્ગમાં
(ડ) 3 વર્ગમાં
*8.* નીચેનામાંથી કયા દફતરનો સમૂહ કાયમી દફતર નથી?
(અ) આવક-જાવક રજીસ્ટર, ડેડસ્ટોક રજીસ્ટર
(બ) ઊંમરવારી, હુકમોની ફાઇલ
(ક) સિક્કા રજીસ્ટર, પરિપત્ર સંગ્રહ ફાઇલ
(ડ) પગાર પત્રક, શેરોપોથી(મુલાકાતપોથી)
*9.* વિદ્યાર્થીને પ્રવેશ આપતિ વખતે વયપત્રકમાં કેટલા પ્રથમ કોલમમાં વિગત નોંધવી ફરજિયાત હોય છે?
(અ) પ્રથમ 7 કોલમ
(બ) પ્રથમ 9 કોલમ
(ક) પ્રથમ 10 કોલમ
(ડ) પ્રથમ 6 કોલમ
*10.* RTE-2009 ની કઇ કલમ અંતર્ગત પ્રવેશપાત્ર કોઇપણ બાળકને પ્રવેશની ના ન પાડી શકાય?
(અ) 13
(બ) 14
(ક) 15
(ડ) 16
*11.* વર્ષ દરમિયાન વયપત્રકમાં કેટલી વખત તારીજ તૈયાર કરવી જોઇએ?
(અ) 2
(બ) 3
(ક) 4
(ડ) 5
*12.* અન્ય રાજ્યમાંથી આવેલ વિદ્યાર્થીના દસ્તાવેજ પર કયા સક્ષમ અધિકારીના ‘પ્રતિ હસ્તાક્ષર’ થયેલ હોવા જોઇએ?
(અ) જિલ્લા વિકાસ અધિકારી
(બ) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
(ક) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
(ડ) મદદનિશ કલેક્ટર
*13.* ડેડસ્ટોક રજીસ્ટર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
(અ) દર વર્ષે જૂન માસમાં મુખ્યશિક્ષકે દફતરને ખરાઇ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવું જોઇએ.
(બ) તાલુક પ્રાથમિક શિક્ષણાધિકારી 10 હાજાર સુધીની સામગ્રીને રદબાતલ કરવાનો હુકમ કરી શકે છે.
(ક) દાનમાં મળેલ વસ્તુઓને ચોકસાઇ પૂર્વક ડેડસ્ટોક રજીસ્ટરમાં નોંધવી, જેથી દાતાશ્રીનો વિશ્વાસ સંપાદિત થાય.
(ડ) ડેડસ્ટોકમાંથી કોઇ પણ સામાન બાદ કરવા કેળવણી નિરિક્ષકનો સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી છે.
*14.* આવક-જાવક રજીસ્ટર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો યોગ્ય નથી?
(i) ઉપરોક્ત રજીસ્ટરો પ્રમાણિત કરવા શાળાના સિક્કા દાગીને લાલ શાહીથી પાનાનંબર આપવા જોઇએ.
(ii) આવક –જાવક રજીસ્ટરો દર નવા શૈક્ષણિક વર્ષે નવા બનાવવા જોઇએ.
(iii) પોસ્ટ દ્વારા જે ટપાલ રવાના કરી હોય તે માટે જેટલા રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ લગાવી હોય તે રકમ પણ જાવક રજિસ્ટરમાં નોંધવી જોઇએ.
(iv) આવેલ કાગળની ડાબી બાજુના ભાગે મુખ્યશિક્ષક પોતાની ટુંકી સહી કરી, તે કાગળના મથાળા પર જાવકનંબર /તારીખ નોંધશે.
(અ) માત્ર ii
(બ) માત્ર iii
(ક) ii અને iv
(ડ) ii , iii અને iv
*15.* વાલી ફોર્મ કે વાલી સ્લીપ કયા ધોરણ/ધોરણો માટે ભરાય છે?
(અ) ધોરણ 1 થી 8 માટે
(બ) માત્ર ધોરણ-1 ના નવીન પ્રવેશ માટે
(ક) ધોરણ 8 માટે
(ડ) 2 થી 8 ધોરણમાં નવીન પ્રવેશ વખતે
*16.* નીચેનામાંથી કયુ વિધાન અયોગ્ય છે?
(અ) વિઝીટ બુકને શેરોપોથી પણ કહે છે.
(બ) શિક્ષણ વિભાગના PRE/7051-Dated 27-07-54ના અહેવાલ પત્રકની 17મી કોલમમાં બે પ્રકારની સૂચનાબુકનો ઉલ્લેખ છે.
(ક) શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ સિવાયના અન્ય કોઇ મુલાકાતી માટે શાળાકક્ષાએ ‘પ્રેક્ષકપોથી’ રાખવામાં આવે છે.
(ડ) માત્ર ઉપરોક્ત ‘અ’ વિધાન યોગ્ય અને ‘બ’ તથા ‘ક’ અયોગ્ય છે.
*17.* કાયમી હુકમોની ફાઇલમાં નીચેનામાંથી કયો હુકમ જોવા મળશે નહી?
(અ) શિક્ષક/મુખ્ય શિક્ષકની નિમણૂકનો હુકમ
(બ) વિદ્યાર્થી કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ સંબંધિત હુકમ
(ક) શૈક્ષણિક સ્ટાફે કરવાની કામગીરીના નિયમોનો હુકમ
(ડ) રાજ્ય શિક્ષક સંઘ તરફથી શિક્ષકોને કામગીરીમાં જોડાવવા / ન જોડાવવા થયેલ હુકમ.
*18.* શિક્ષણ વિભાગ કે શિક્ષણ ખાતા તરફથી થતા કાયમી હુકમ / પરિપત્ર / આદેશ / નિયમો / સુચનાઓ સંદર્ભે નીચીનામાંથી કયા સાહિત્ય/સામયિકનો અભ્યાસ કરશો ?
(અ) જીવન શિક્ષણ (GCERT), જ્ઞાનશક્તિ(SSA)
(બ) શિક્ષક જ્યોત (ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ)
(ક) રાજ્ય શિક્ષક સંઘનું પરિપત્રો/આદેશોનું સંકલનાત્મક પુસ્તક ‘ આધાર’
(ડ) વિશ્વ વિહાર (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
જવાબો :-
1. D
2. A
3. D
4. A
5. D
6. B
7. C
8. C
9. B
10. C
11. B
12. C
13. C
14. C
15. B
16. D
17. D
18. D
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*સરકારી અને શૈક્ષણિક માહિતી તેમજ બાળકો અને શિક્ષકો માટે નું મટીરીયલ હવે એપ્લિકેશન દ્વારા મેળવવા ડાઉનલોડ કરો*
👉🏻https://play.google.com/store/apps/details?id=com.app.ehubcentre
જોઈન ટેલિગ્રામ
જોઈન whatsapp
http://bit.ly/સરકારી-માહિતી-વોટ્સએપ-ગ્રૂપમાં-જોડાવા-અહીં-ક્લિક-કરો
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
No comments:
Post a Comment