શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?
ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, ગુજરાત કે પછી ઉત્તર પ્રદેશ-પશ્ચિમ બંગાળ બધી જ બાજું હાહાકાર મચેલો છે. હોસ્પિટલોમાં બેડ્સની અછત છે, લોકોને ઓક્સિજન મળી રહ્યું નથી અને કોરોનાના કેસો વધતા જઈ રહ્યાં છે. આ વચ્ચે સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ પણ થઈ ગયું છે.
પરંતુ દેશમાં હાલના સમયમાં બધી જ સુવિધાઓ સાથે-સાથે વેક્સિનની અછત છે, એવામાં અનેક રાજ્યોએ 1 મેથી રસીકરણ શરૂ કરવાથી ઈન્કાર કરી દીધું છે. એવા સમયે મોટો પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, જો દેશમાં વેક્સિન નહતી અને રાજ્યો પાસે કોઈ સ્ટોક નહતો, તો પછી શું તૈયારી વગર 1 મે મહિનાથી બધા માટે રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી હતી.
એક-એક કરીને રાજ્યોએ ઈન્કાર કર્યું
દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ પોતાના ત્યાં 1 મેથી વેક્સિનેશનનો અભિયાન શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. માત્ર વિપક્ષી પાર્ટીઓના રાજ્યો જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ પણ એવું જ કર્યું છે.
વધુમાં મળી રહેલી જાણકારી અનુસાર, ગુજરાતમાં પણ 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનું કાર્યક્રમ શરૂ થઈ શકશે નહીં. હેલ્થ વિભાગના સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, ગામડાઓમાં રહેલા પીએચસી સેન્ટરોને તેની વોટ્સએપ થકી જાણ કરવામાં આવી છે.
આમ સરકારે કોઈ જ પૂર્વ તૈયારીઓ વગર માત્રને માત્ર હોંચી-હોંચી કરીને ઢંઢેરો જ પીટ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
No comments:
Post a Comment