
18+ ઉંમરવાળાનું રજિસ્ટ્રેશન આજથી શરુ, રસીકરણનો આ નિયમ બદલાઈ ગયો, સીધા સેન્ટર પહોંચતા પહેલા આ વાંચી લો
posted on at
- રસીકરણના એક નિયમમાં થયો છે ફેરફાર
- નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે
- 1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય
નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે
1 મેથી નવા નિયમોની સાથે 18થી વધારે ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાશે. હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આયોગ્ય સેતુ એપના માધ્યમથી સંપૂર્ણ જાણકારી મળશે. કોવિન એપ અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોનાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આના માધ્યમથી રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાય
હકિકતમાં આ પ્લેટફોર્મ લોકોની નજીકની (સરકારી અને પ્રાઈવેટ) કોવિડ વેક્સીન સેન્ટર પર જવાની પરવાનગી આપશે. આના માધ્યમથી રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાય છે. નાગરિકોની પાસે વેક્સીનેશન સ્લોટ બદલવા અથવા પછી તેને કેન્સલ કરાવવાનો વિકલ્પ છે.
1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કોવિન એપના ચીફ આરએસ શર્મા વિસ્તારથી જણાવ્યુ કે કેવી રીતે આ પ્લેટફોર્મના માધ્યમથી કોઈ સમસ્યા વગર રજિસ્ટ્રેશન અને રસીકરણ કરાવી શકાય છે. એ યાદ રાખવા જેવી વાત છે કે 1 મેથી સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણ નહીં કરાવી શકાય. શર્મા કહે છે કે એવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે કે જેનાથી રસીકરણ સેન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સિંગ બનેલુ રહે અને એક સાથે વધારે સંખ્યામાં લોકો ન પહોંચી જાય. તેમણે જણાવ્યુ કે સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણની છુટ અંતતઃ તે સેન્ટર્સ પર આપવામાં આવશે જ્યાં ભીડ થવાની શક્યતા ન હોય. હકિકતમાં અત્યાર સુધીમાં લોકોને સીધા વેક્સિનેશન સેન્ટર જઈને રસીકરણ કરાવવાની છુટ આપવામાં આવી હતી. જે કારણે રજિસ્ટ્રેશન નહોંતા કરાવી શકતા.
60થી 70 લાખ લોકોના દર રોજ રજિસ્ટ્રેશન થવાની આશા
શર્માનું કહેવુ છે કે લગભગ 60થી 70 લાખ લોકોના દર રોજ રજિસ્ટ્રેશનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે કહે છે કે છેલ્લે આ સંખ્યા 50 લાખ હતી. પરંતુ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંખ્યા વધશે કેમ કે હવે તમામ વયસ્કો લોકોને રસીકરણની છુટ આપવામાં આવી છે. તેઓ કહે છે કે આવી સ્થિતિમાં એપને મેનેજ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.
ખાનગી કંપનીઓ માટે આ છે નિયમ
પ્રાઈવેટ કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓના રસીકરણ કરાવવા બાબતે શર્માએ કહ્યુ કે તેમને આ અંગે સાર્વજનિક રીતે જણાવવાની જરુર નથી. કંપનીઓ અમને પોતાન રસીકરણ કાર્યક્રમની જાણકારી આપશે જેનાથી અમે તેમને રસીકરણ સર્ટિફિકેટ આપી શકીએ.
No comments:
Post a Comment