Search This Website

Monday, April 19, 2021

શું ગુજરાતમાં પણ લાગશે લૉકડાઉન?, એપ્રિલના 18 દિવસમાં જ કોરોનાથી 858 દર્દીઓએ ગુમાવ્યો જીવ




શું ગુજરાતમાં પણ લાગશે લૉકડાઉન?, એપ્રિલના 18 દિવસમાં જ કોરોનાથી 858 દર્દીઓએ ગુમાવ્યો જીવ










ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા કેટલાક રાજ્ય લૉકડાઉન લગાવી રહ્યા છે. દિલ્હી-રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોએ લૉકડાઉનની જાહેરાત કરી છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસ દરરોજ 10 હજારની પાર આવી રહ્યા છે અને 100થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે કોરોનાની ચેન તોડવા લૉકડાઉન લગાવવુ જરૂરી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉન લગાવવાની માંગ થઇ રહી છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં કોરોના મહામારીને કારણે રાજ્યમાં 858 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા સરકારી છે પણ મૃતકઆંક તેનાથી સાત-આઠ ઘણો વધારે હોઇ શકે છે. હૉસ્પિટલના ડેટા અને સ્મશાનમાં આવતી ચિતાની ગણતરી કરવા બેસીએ તો આ આંકડો ચોકાવનારો સામે આવી શકે છે.




હૉસ્પિટલમાં જગ્યા નથી, ઘરે જ રહો

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને મૃતકઆંક પણ વધી રહ્યો છે. અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ છે અને હોસ્પિટલોમાં જગ્યા નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે. કોરોનાની બીજી લહેર ગુજરાતમાં ખતરનાક સાબિત થઇ રહી છે. ગુજરાતમાં શહેરો સિવા ગામડામાં પણ હવે કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના કેટલાક ગામડાઓએ કોરોના સંક્રમણ રોકવા માટે સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી છે.

અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 1 લાખને પાર

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને મૃતકઆંક પણ વધ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે જ્યારે 2600થી વધુ દર્દીના મોત થયા છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં જ 30 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ઓક્સિજનની માંગ વધી

ઑક્સિજન વધી રહેલી માંગને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 આઇશોલેશન બેડને ઓક્સિજન બેડમાં રૂપાંતર કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતોરાત કચ્છમાંથી 1000 ઓક્સિજન (O2) સિલિન્ડર મેળવવામાં આવ્યા છે.



રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર પણ હોસ્પિટલમાં બેડ ખાલી ના હોવાનો સ્વીકાર કરી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,340 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે 110 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાના 18 દિવસમાં જ ગુજરાતમાં કોરોનાને કારણે 858 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


No comments:

Post a Comment