સાતમું પગાર પંચ / આ કર્મચારીઓ માટે ખુશખબરી 17થી વધીને 28 ટકા થઈ જશે DA, પગારમાં થશે આટલો વધારો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્રના કર્મચારીઓના ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે.
- ઓછામાં ઓછા ડીએમાં 4 ટકા વધારો થઈ શકે
- કેન્દ્રના કર્મચારીઓના ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે
- નિવૃત કેન્દ્રના કર્મચારીયોને મળશે ફાયદો
- ઓછામાં ઓછા ડીએમાં 4 ટકા વધારો થઈ શકે
- કેન્દ્રના કર્મચારીઓના ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે
- નિવૃત કેન્દ્રના કર્મચારીયોને મળશે ફાયદો
કેન્દ્રના કર્મચારીઓના ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે
એક બિઝનેસ ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા ડીએ અમલમાં મુકાયા બાદ કેન્દ્રના કર્મચારીઓના ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. જેમાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી ડીએમાં 3 ટકા વધારો, જૂલાઈથી ડિસેમ્બર 2020 સુધી 4 ટકા વધારો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધી 4 ટકા વધારો સામેલ છે.
નિવૃત કેન્દ્રના કર્મચારીયોને મળશે ફાયદો
જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારે ડીએ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડીએ વધવાથી તેની ક્રમમાં ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓના Dearness Relief (DR)પણ અમલમાં મુકી દીધા છે.
સેલેરીમાં થશે વધારો
7માં પગાર પંચ અંતર્ગત સરકારના ડીએમાં વધારો કરવા માટે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થઈ જશે. વર્તમાન સમયની વાત કરીએ તો એ સમયે ડીએ બેસિક સેલરીના 17 ટકા છે. જ્યારે આમાં વધારો 17થી 28 ટકા (17+3+4+4) થશે તો સેલરીમાં ઘણો વધારો થઈ જશે. ડીએના અમલ બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પ્રોવિડેન્ટ ફંડ પણ વધશે. ધ્યાન આપનારી વાત એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પીએફ યોગદાનનું કેલક્યુલેશન બેસિક સેલરી પ્લસ ડીએના ફોર્મૂલાથી થાય છે.
No comments:
Post a Comment