Search This Website

Saturday, April 17, 2021

કામની વાત / એલર્ટ! રાત્રે 12 વાગ્યાથી 14 કલાક સુધી બેન્કની આ સર્વિસ થઇ જશે બંધ, RBIએ આપી જાણકારી

કામની વાત / એલર્ટ! રાત્રે 12 વાગ્યાથી 14 કલાક સુધી બેન્કની આ સર્વિસ થઇ જશે બંધ, RBIએ આપી જાણકારી







છેલ્લા થોડા
દિવસોથી કોરોના સંક્રમણના મામલા સામે આવી રહ્યાં છે. માટે લોક ઘરે બેસીને જ નેટ બેન્કિંગ દ્વારા કે મોબાઇલ એપથી પૈસા ટ્રાંસફર કરી રહ્યાં છે. ત્યારે બેન્કની આ સેવા બંધ રહેશે.



RBIએ આપી સુવિધા બંધ થવાની જાણકારી
આરટીજીએસ 14 કલાક રહેશે બંધ
મોટા બિઝનેસમેન આ સર્વિસનો કરે છે ઉપયોગ





RTGSનો કોણ કરે છે ઉપયોગ

પૈસા ટ્રાંસફર કરવા માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું પુરુ નામ Real Time Gross Settlement છે. આ સિસ્ટમથી તમે તમારા બેન્ક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી શકો છો. Real Time Gross Settlementની શરૂઆત 26 માર્ચ 2004માં થઇ હતી. ત્યારે ફક્ત ચાર બેન્ક જ આ સિસ્ટમથી પૈસા ટ્રાંસફર કરવાની સુવિધા આપતા હતા.



સામાન્ય ગ્રાહક આ સિસ્ટમનો ઓછો જ ઉપયોગ કરે છે. બિઝનેસમેન પાસે આ સર્વિસનો વધારે યુઝ છે. Real Time Gross Settlementમાં ફંડ ટ્રાંસફરની ઓછામાં ઓછી મર્યાદા 2 લાખ રૂપિયા છે. Real Time Gross Settlementનો ઉપયોગ બેન્ક ફંડ ટ્રાંસફર માટે કરવામાં આવે છે.

આરબીઆઇએ શું કહ્યું
આરબીઆઇનું કહેવું છે કે ટેક્નિકલ સુધારા માટે આ સર્વિસને થોડા કલાકો બંધ કરવામાં આવશે. શનિવાર રાત્રે અડધી રાતથી 14 કલાક માટે Real Time Gross Settlement સુવિધા બંધ રહેશે.

કેમ આ સર્વિસ રહેશે બંધ
આરબીઆઇનું કહેવું છે કે ટેકનિકલ સુધારા માટે આ સર્વિસને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. 17 એપ્રિલ 2021ના રોજ આ કામ પત્યા બાદ RTGSની પ્રણાલી ક્ષમતામાં સુધાર કરવા અને ડિઝાસ્ટર રિકવરીને સારી બનાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.



આરબીઆઇએ પહેલા જ બદલ્યો છે RTGSનો નિયમ
તમને જણાવી દઇએ કે RTGSનો ઉપયોગ બેન્કની ટાઇમિંગ સાથે જોડાયેલ હતો. જ્યારે બેન્ક ખુલે ત્યારે જ આ સર્વિસનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે આ સર્વિસ 24 કલાક માટે ઉપયોગ કરી શકાય છે.

કોઇ અન્ય રીતે પૈસા થઇ શકે ટ્રાંસફર
બેન્ક RTGS સિવાય આઇએમપીએસ અને નેફ્ટ સર્વિસ પણ આપવામાં આવે છે. ઇમીડિયેટ મોબાઇલ પેમેન્ટ સર્વિસ દ્વારા પણ તમે પૈસા ટ્રાંસફર કરી શકો છો. સામાન્ય ભાષામાં કહીએ તો આ સર્વિસ ક્યાંય પણ પૈસા ટ્રાંસફર કરી શકે છે.

No comments:

Post a Comment