કોરોનાની બીજી લહેરમાં તૂટ્યા તમામ રેકોર્ડ, દેશમાં પ્રથમ વખત 1.15 લાખથી વધુ નવા કેસ
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે.ય છેલ્લા 24 કલાકમાં દેશમાં ફરીથી કોરોનાના એક લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. છેલ્લા 3 દિવસમાં ભારતમાં કોરોનાના 3 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાં સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હીની છે, જ્યાં દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,15,239 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. દેશમાં પ્રથમ વખત રવિવારે 1 લાખથી વદુ કેસ સામે આવ્યા હતા. જો કે મંગળવારના આંકડાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. જે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. અગાઉ રવિવારે એક જ દિવસમાં 1,03,764 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોરોનાની પ્રથમ લહેરમાં વર્ષ-2020માં એક દિવસમાં સૌથી વધુ કેસ 97,894 નોંધાયા હતા.
આ સમયગાળા દરમિયાન વધુ 630 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ આ મહામારી અત્યાર સુધીમાં 1,66,207 દેશવાસીઓને ભરખી ચૂક્યો છે. નવા કેસો ઉમેરવારા સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 8,38,650 પર પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રમાં ફરથી એક વખત 50 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 55,469 નવા કેસ નોંધાયા છે, જ્યારે 297ના મરણ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં સરેરાશ 50 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ગત એક દિવસમાં મુંબઈ અને પૂણેમાં જ 10-10 હજાર નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલ 4.72 લાખ એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મરણનો આંકડો 56,330 પર પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે, નાગપુર અને નાસિક સહિતના જિલ્લાઓમાં ચિંતાજનક સ્થિતિ છે. જ્યાં હાલ નાઈટ કરફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોનાના કેસોએ તોડ્યો રેકોર્ડ India Corona Update
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 5100 નવા કેસ સામે આવ્યા છે. જે નવેમ્બર-2020 બાદ સૌથી મોટો આંકડો છે. અગાઉ 27 નવેમ્બર,2020ના રોજ દિલ્હીમાં 5482 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં મંગળવારે 5100 કેસ અને વધુ 17ના મરણ નોંધાયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17 હજારથી ઉપર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં પણ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment