Search This Website

Saturday, April 3, 2021

વેક્સિનના બે ડોઝ લીધાના 11 દિવસમાં કોરોના પોઝિટિવ આવ્યો, પણ રસી લીધી એટલે જ બચી ગયાંઃ ડૉક્ટર દંપતી




વેક્સિનના બે ડોઝ લીધાના 11 દિવસમાં કોરોના પોઝિટિવ આવ્યો, પણ રસી લીધી એટલે જ બચી ગયાંઃ ડૉક્ટર દંપતી






શહેરના એક ડૉક્ટર દંપતીએ કોરોના વેક્સિનના બે ડોઝ લેવા છતાં 11 દિવસની અંદર જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડૉક્ટર દંપતીનું કહેવું છે કે, કોરોના વેક્સિનના બે ડોઝ સમયસર લીધા હોવાના કારણે જ તેમનો જીવ બચ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં તેમને શરીરમાં કોઈ જ પ્રકારની તકલીફ થઈ નહોતી. ડૉક્ટર દંપતીએ વેક્સિન બાબતના મિસકન્સેપ્ટને ભૂલી લોકોને વેક્સિન લેવા પર ભાર મૂક્યો હતો.

ખોખરા ડેન્ટલ કોલેજના ડૉ.બેલા દવેના ઘરમાં તેમને, પતિને અને માતાને મળીને ત્રણેયને કોરોનો થયો હતો. ડૉ. બેલા દવેએ 16 જાન્યુઆરીએ પ્રથમ અને 16 ફ્રેબ્રુઆરીએ બીજો ડોઝ લીધો હતો, જ્યારે તેમના પેથોલોજિસ્ટ પતિ ડૉ. દિલીપ દવેએ 29 જાન્યુઆરીએ પ્રથમ અને 3 માર્ચે બીજો ડોઝ લીધો હતો. 11 દિવસ બાદ ડૉક્ટર દંપતીને કોરોનાના ચિહ્નો જણાતાં 14 માર્ચે બંનેએ કોરોના રિપોર્ટ કરાવતાં, પોઝિટિવ આવ્યો હતો. ડૉ. દિલીપ દવેએ કહ્યું કે,ભલે અમને કોરોના થયો, પણ વેક્સિનને કારણે કોઈ અસર થઈ નહોતી.

તેમણે કહ્યું કે, લોકોમાં વેક્સિન બાબતે એવી ધારણા છે કે કોરોના થાય છે તો શા માટે વેક્સિન લેવી?, પણ હું માનું છું કે, અમે બંનેએ સમયસર કોરોના વેક્સિન લીધી તેથી જ અમને કોરોના વાયરસની અસર થઈ નહોતી. જો સમયસર વેક્સિન ના લીધી હોત તો કદાચ વધારે મુશ્કેલી થઈ હોત.

No comments:

Post a Comment