
અમીર ભારતીયો દેશ છોડીને જવા લાગ્યા આ દેશમાં, આપી રહ્યા છે 10 ગણુ ભાડુ, જાણો કારણ
posted on at
- બેકાબૂ કોરોના વચ્ચે દેશ છોડી રહ્યા છે ભારતીય
- 10 ગણુ ભાડુ આપી જઇ રહ્યા છે દુબઈ
- દેશમાં 3.45 લાખ નવા કેસ નોંધાયા
UAE માટે ટિકિટ ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં પ્રાઇવેટ જેટ્સની માંગ પણ આટલા દિવસમાં વધી ગઇ છે. UAE જનારી ફ્લાઇટ્સ બંધ થતા પહેલા લોકો ભારે સંખ્યામાં અહીં પહોંચવાની મહેનત કરી રહ્યા છે.
ભારતમાં કોરોનાના રેકૉર્ડ કેસ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ ખરાબ હાલત છે. તેવામાં UAEએ રવિવારથી ભારતથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે.
ન્યૂઝ એજન્સીના અનુસાર, UAEથી ભારત વચ્ચે એરરૂટ ટ્રાફિક રૂટ્સમાંથી એક છે. ફ્લાઇટ ટિકિટના ભાવની તુલના કરનારા વેબસાઇટ્સના અનુસાર, મુંબઈથી દુબઈ જનારી કમર્શિયલ ફ્લાઇટની ટિકિટના ભાવ 80 હજાર રૂપિયા સુધી થઇ ગયા છે. આ સામાન્ય ભાવથી 10 ગણા વધુ છે. દિલ્હીથી દુબઈ જનારી ફ્લાઇટ્સની ટિકિટના ભાવ 50 હજારથી વધુ થઇ ગયા છે. જે સામાન્ય દિવસો કરતા 5 ગણા વધુ છે. જોકે હાલ પ્રતિબંધના એલાન બાદથી રવિવાવરથી કોઇ પણ ફ્લાઇટની ટિકિટ ઉપલબ્ધ નથી.
એક એર ચાર્ટર સર્વિસ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રાઇવેટ જેટ્સ માટે પણ માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કાલે 12 ફ્લાઇટ દુબઈ જવાની છે અને તમામ ફ્લાઇટ્સ ફૂલ છે. એક અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર લોકો ગ્રુપ બનાવીને પ્રાઇવેટ જેટ્સનુ બુકિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારી પાસે થાઈલેન્ડના સંબંધમાં પણ પૂછપરછ કરવામાં આવી છે પરંતુ વધુ લોકો દુબઈ માટે જ પૂછી રહ્યા છે. અમે ડિમાન્ડ પૂરી કરવા માટે વિદેશથી વધુ એરક્રાફ્ટ મંગાવવાની અપીલ કરી છે. મુંબઈથી દુબઈ જવા માટે 13 સીટર વિમાનનો ખર્ચ 38 હજાર ડોલર છે, ત્યારે, 6 સિટર માટે 31 હજાર ડોલરનો ખર્ચ આપવો પડશે.
સ્થાનિક મીડિયાના અનુસાર, UAE અને ભારત વચ્ચે અઠવાડિયામાં 300 કોમર્શિયલ ફ્લાઇટ ચાલે છે. UAEના એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે ભારત અને અન્ય દેશોથી આવતા લોકોને 14 દિવસ અલગ રહેવું પડશે.
No comments:
Post a Comment