Search This Website

Monday, April 19, 2021

માફ કરજો, દિલ્હીમાં આજ રાત 10થી 6 દિવસનું લોકડાઉનઃ CM કેજરીવાલ

 


માફ કરજો, દિલ્હીમાં આજ રાત 10થી 6 દિવસનું લોકડાઉનઃ CM કેજરીવાલ





જુઓ વીડિયો




દિલ્હીમાં બેડસની અછત, દવાઓ-ઓક્સિજન નથીઃ સીએમ કેજરીવાલ
CMએ કહ્યું- અમે જનતાથી કશુ જ છુપાવ્યુ નથી, હવે લોકડાઉન સિવાય છૂટકો નથી

નવી દિલ્હીઃ કોરોના સામેની તમામ પાબંદીઓ નિરર્થક પુરવાર થતાં રાજધીની દિલ્હીમાં છેવટે 6 દિવસનું લોકડાઉન (Delhi 6 day lockdown)લગાવી દેવાયું. હવે દિલ્હી આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે માફ કરજો વધી રહેલા કોરોનાની સામે અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહતો.

દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચેની બેઠક બાદ 6 દિવસનાં ટોટલ લોકજડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો. આ લોકડાઉનમાં કડક પ્રતિબંધો રહેશે. કારણ વિના લોકોને ઘરની બહાર નીકળવા દેવાશે નહીં.

મહામારી સામે લડવા જનતાની મદદ માગી

સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફ્રન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સામેન જંગમાં જનતાનો સહકાર જરુરી છે. અમે દરેક વાત લોકો સમક્ષ મૂકી દીધી. કંઇ છુપાવ્યું નથી. ટેસ્ટની સંખ્યા પણ છુપાવી નથી. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. દરરોજ તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારે મૃત્યુના આંકડા પણ છુપાવ્યા નહીં. રાજ્યમાં કેટલા બેડ્સ, આઇસીયુ બેડ્, અને હોસ્પિટલોની સ્થિતિ બધું જ જનતાને જણાવી દીધું.
દિલ્હીમાં રોજ 25 હજારથી વધુ કેસ

તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં આજે દરરોજ આશરે 25000 જેટલા કેસ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડસની ભારે અછત થઇ રહી છે. હોસ્પિટલોમાં દવા નથી. ઓક્સિજન નથી, હેલ્થ સિસ્ટમ વધુ દર્દી બરદાસ્ત કરી શકશે નહીં. તેથી લોકડાઉન જરુરી છે. જો કે લોકડાઉનથી કોરોના અટકતો નથી માત્ર તેની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન (Delhi 6 day lockdown) નાનું જ રહેશે. જે દરમિયાન અમે બેડ્સની સંખ્યા વધારીશું.


દિલ્હી સરકારે ઓક્સિજન અને રેમડેસિવીરની અછત અંગે એક્શન લીધું છે. એક કન્ટ્રોલ રુમ બનાવવામાં આવ્યું છે. જેમાં સપ્લાયના ડેટા રખાશે. સરકારે તેના માટે એક નોડલ ઓફિસરની પણ નીમણૂક કરી છે. કેસો વધતા દિલ્હીમાં DRDOએ સરદાર પટેલ કોવિડ હોસ્પિટલે બનાવ્યું છે. અત્યાર અહીં 500થી વધુ બેડ્સ શરુ કરાયા છે. જેમાંથી250 તો ભરાઇ પણ ગયા. અહીં ઓક્સિજનની સપ્લાય સાથે એર કન્ડીશનની સુવિધા પણ રખાઇ છે. અહીં બેડ્સની સંખ્યા વધારી 1000 કરવામાં આવશે.
દિલ્હીમાં બેડ્સની સ્થિતિ

દિલ્હી સરકારની વેબસાઇટ મુજબ અત્યારે દિલ્હીમાં 1,130 બેડ્સ છે. તેમાંથી 15,104 ભરાઇ ગયા છે. જ્યારે 3,026 બેડ્સ ખાલી છે. જ્યારે આઇસીયુ બેડ્સ કુલ 4,206 છે. તેમાંછી 4105 ભરાઇ ગયા અને માત્ર 101 ખાલી છે.
રાજધાનીમાં કોરોનાનો ગ્રાફ Delhi 6 day lockdown

24 કલાકમાં નવા કેસ 25,462
એક દિવસમાં મોત 161
કુલ મૃત્યુઆંક 12,121
કુલ કેસની સંખ્યા 8,53,460
પોઝિટિવ કેસ 74,941
પોઝિટિવ રેટ 29.64%


VTV News Click here 

No comments:

Post a Comment