
અડધી રાતે આસામમાં ફરી 1 નહીં 6 ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા
posted on at
- નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટી કરી
- રાતે 12 વાગ્યા બાદ એક બાદ એક 6 વાર ભૂકંપની આંચકા
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6, 2.7, 2.3 અને 2.7 રહી
આસામમાં રાતે 12 વાગ્યા બાદ એક બાદ એક 6 વાર ભૂકંપની આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6, 2.7, 2.3 અને 2.7 રહી. આ રાતે 12.24 વાગે, 1.10 વાગે. 1.20 વાગે, 1.41 વાગે, 1.52 અને 2. 38 વાગે ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટી કરી છે.
સવારે પણ આવ્યા હતા ઝટકા
આસામમાં ગુવાહાટીમાં બુધવાર સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. તેજપુર અને સોનિતપુરમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપનની તીવ્રતા 6.4 મેગ્રિટ્યૂડ માપવામાં આવી છે. આ દરમિયાન ડરેલા લોકો ઘરની બહાર નિકળી ગયા અને અફરાતફરી મચી ગઈ હતી.
ગુવાહાટી સહિક અનેક વિસ્તારમાં લાગ્યા આંચકા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી મળી જાણકારીના જણાવ્યાનુંસાર, ભૂકંપના આંચકા સવારે 7.51 વાગે અનુભવાયા. આ દરમિયાન સોનિતપુરમાં 6.4 મેગ્રિટ્યૂડ માપવામાં આવી છે. ગુવાહાટી અને તેજપુરમાં ભૂકંપનના ભારે ઝટકા અનુભાવાયા. ભૂકંપની જાણકારી મળતા જ ડર ફેલાયો હતો.
અહીં પણ ગઈ કાલે ભૂકંપ અનુભવાયો હતો
ભૂકંપની અસર આસામ સહિત ઉત્તર બંગાળમાં અનુભવાઇ હતી. ગુવાહાટીમાં કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઇ ગઇ હતી. કહેવાયુ હતુ કે ભૂકંપના સતત 2-3 આંચકા અનુભવાયા હતા. પહેલો ઝટકો 7ને 55 મિનિટ અનુભવાયો અને તેની થોડી વારમાં વધુ 2 આંચકા અનુભવાયા. આસામના કેટલાક ઘરોમાં તિરાડો પડી ગઇ હતી. જો બિહારના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 7.55 મિનિટે મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા, સહિત કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
No comments:
Post a Comment