Search This Website

Wednesday, April 14, 2021

હોમ લર્નિંગ ના વિડીયો યુ ટ્યૂબ ધોરણ 1 થી ધોરણ 12હોમ લર્નિંગ ના વિડીયો યુ ટ્યૂબ ધોરણ 1 થી ધોરણ 12


◆ બાળકોનાં ઘરે રહીને શીખવાના પ્રયત્નોમાં વાલીઓની ભૂમિકા અંગે પ્રા. શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બાલહિતમાં પ્રસ્તુત લેખિત સંદેશ રજૂ કરવામાં આવ્યો છે જે ગુજરાતભરના વાલીઓ સુધી શેર કરવા વિનંતી.

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી,ગુજરાત સરકાર તથા રીચ ટુ ટીચ દ્વારા બાળહિતમાં પ્રસ્તુત
◆ પ્રસ્તુત સંદેશ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે જે વાલીઓ સુધી પહોંચાડવા વિનંતી છે.
◆આદરણીય વાલીશ્રીઓ,
કોરોના મહામારીની અસરોને લીધે હાલમાં શાળાઓ ખોલવી સલામત નથી.પરંતુ તેથી શું બાળકોનું ભણતર અટકી જવું જોઈએ ? દરેક બાળકની પ્રથમ શાળા તેનું ઘર જ હોય છે અને માતાપિતા તેના પ્રથમ શિક્ષકો . તો શું આપણે આપણાં બાળકોના શિક્ષણ માટે સરકારના હોમ લર્નિંગ ( ઘરે રહીને શીખવા ) ના પ્રયાસોની સાથે ખભેખભા મિલાવીને એક નાની જવાબદારી અદા ન કરી શકીએ ? ચોક્કસ કરી શકીએ .
આપણે બધા જાણીએ છીએ કે જો બાળકો લાંબા સમય સુધી શિક્ષણથી દુર રહે , તો તે અગાઉ શીખેલું પણ ભૂલી જતાં હોય છે . જે તેઓની શિક્ષણની પ્રક્રિયામાં બમણું નુક્શાન કરે છે . આથી બાળકો સલામતીથી ઘરે જ રહીને શીખી શકે , તે ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ટીવી ચેનલો જેવાં વિવિધ માધ્યમો દ્વારા ધોરણવાર વિડીયો કાર્યક્રમ બનાવીને સોમવારથી શનિવાર સુધી નિયમિત પ્રસારણ કરવામાં આવે છે . તદુપરાંત મોબાઈલ / કમ્પ્યુટર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા શીખવાના વિકલ્પો જેવા કે યુ - ટયુબ ચેનલ , દિક્ષા પોર્ટલ / એપ્લીશન , વગેરે જેવાં માધ્યમોની સગવડ સાથે પાઠ્યપુસ્તક અને ‘ ઘરે શીખીએ ” સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે .
આપને યાદ હશે કે જયારે આપના બાળકે ચાલતાં શીખવાની શરૂઆત કરી હતી , ત્યારે આપે જે રીતે તેનો હાથ પકડીને ચાલવાનું શીખવામાં મદદ કરી હતી ,તે જ પ્રમાણે બાળકોને આ કપરા સમયમાં ઘરે રહીને શીખવાનાં નાનાં અને નવાં પગલા ભરતાં સમયે તેમને મદદ કરવાની જરૂર છે . માતાપિતા તરીકે આ પરિપ્રેક્ષ્યમાં આપણી ભૂમિકા અંતર્ગત આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણાં બાળકો આ સુવિધાઓનો દરરોજ ભરપુર લાભ લેવા માટે તૈયાર રહે . આપણાં બાળકોને હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત ઘરે રહીને શીખવા માટે આપણે કેવી રીતે મદદરૂપ બની શકીએ તે જોઈએ .Home Learning Educational You Tube VideoImportant Link


☞ Std 1 : Home Learning Video : Click Here
☞ Std 2 : Home Learning Video : Click Here
☞ Std 3 : Home Learning Video : Click Here
☞ Std 4 : Home Learning Video : Click Here
☞ Std 5 : Home Learning Video : Click Here

☞ Std 6 : Home Learning Video : Click Here
☞ Std 7 : Home Learning Video : Click Here
☞ Std 8 : Home Learning Video : Click Here

☞ Std 9 : Home Learning Video : Click Here
☞ Std 10 : Home Learning Video : Click Here

☞ Std 11 : Home Learning Video : Click Here
☞ Std 12 : Home Learning Video : Click Hereદરરોજ હોમ લર્નિંગ શરૂ થતાં પહેલાં ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●હોમ લનિંગ માટેના વિવિધ કાર્યક્રમો અંગે જાણકારી મેળવીએ તથા આપણા બાળક માટે અનુકૂળ વિકલ્પ મુજબ આયોજન કરીએ .
●બાળકને અભ્યાસના સમયપત્રક મુજબ સમયસર દરરોજ સ્નાન તેમજ પૌષ્ટિક આહાર આપીને સ્નેહપૂર્વક ભણવા માટે પ્રોત્સાહિત કરીએ.
● બાળકને અભ્યાસ માટે જરૂરી સાધનસામગ્રી ( પેન , પેન્સિલ , નોટબુક , રબર , સંચો , પાઠ્યપુસ્તક વગેરે ) સમયસર ઉપલબ્ધ કરાવીએ.
●જો આપણા ઘરે ટીવી હોય તો આસપાસનાં એવાં બાળકો કે જેમની પાસે ટીવી નથી , તેમને મદદરૂપ થઈએ .
● જો આપણી પાસે ટીવી નથી , તો સલામત પાડોશમાં જેના ઘરે ટીવી છે તેમને વિનંતી કરીએ કે આપણા બાળકને ટીવી જોવા દે.
★ દરરોજ હોમ લર્નિંગ દરમ્યાન ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી વાલીઓ અથવા તેમના મોટા ભાઈ - બહેન તેમને અભ્યાસ દરમિયાન ખલેલ ન પહોંચે તેની કાળજી સાથે જ્યાં જરૂર પડ્યે બાળકને ભણવામાં મદદરૂપ થઈએ .
●બાળકો ટીવી અથવા ફોનનો ઉપયોગ અભ્યાસ માટે જ કરી રહ્યા છે અને પોતાના ધોરણ માટેનો પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમ શીખવા માટે પૂરો નિહાળે તેની કાળજી લઈએ .
● જરૂર જણાય તો બાળકને અગાઉના ધોરણોમાં શીખેલ મુદ્દાઓના પુનરાવર્તનના ઉદ્દેશ્યથી હાલના ધોરણ કરતા નીચેના ધોરણના કાર્યક્રમોના પ્રસારણને નિહાળીવા પ્રેરિત કરી શકાય .
●પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમની નોંધ કરવા તથા ઘરેથી શીખીએ સાહિત્યમાં આપેલ પ્રવૃત્તિઓની નોંધ કરવા પ્રોત્સાહિત કરીએ .
●બાળક દ્વારા ભણવા સંબંધી નાનામાં નાના પ્રયત્નોની પણ પ્રસંશા કરી અને તેમને વધુ સારા પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કરીએ .


★ દરરોજ હોમ લર્નિંગ પૂરું થયા બાદ ધ્યાનમાં રાખવાનાં મુદ્દાઓ નીચે મુજબ છે.(સોમવારથી શનિવાર )
●બાળકને અભ્યાસ દરમિયાન મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકશ્રી સાથે બાળકનો ફોન દ્વારા સંપર્ક કરાવીએ . બાળકની શૈક્ષણિક પ્રગતિ વિશે શિક્ષકશ્રી સાથે અઠવાડિયામાં એક - બે વાર ફોન અથવા અન્ય માધ્યમ દ્વારા ચર્ચા કરીએ .
●બાળકો દિવસ દરમિયાન શું શીખ્યાં તે અંગે દરરોજ સાંજે એમની સાથે ચર્ચા કરીએ . જેથી બાળકે શીખેલા મુદાઓની સમજ મજબુત થાય .
●વાલી અથવા બાળકના મોટા ભાઈ - બહેન જરૂર જણાય ત્યાં ગૃહકાર્ય કે અન્ય પ્રવૃત્તિમાં મદદરૂપ થાય .
●બાળકને દરરોજ પાઠ્યપુસ્તક અને “ ઘરે શીખીએ ” સાહિત્યના ઉપયોગથી વધુ મહાવરો કરવા માટે પ્રોત્સાહિત કરીએ .
●બાળક દરરોજ ઘરે રહીને રમાતી સલામત રમત - ગમત , યોગ, વ્યાયામ વગેરે કરે તે માટે પ્રોત્સાહિત કરીએ .


No comments:

Post a Comment