Search This Website

Friday, March 26, 2021

IND vs END 2nd ODI: બેયરસ્ટો-સ્ટોક્સની ધમાકેદાર ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે ભારત પર મેળવી જીત, શ્રેણી 1-1થી સરભર

IND vs END 2nd ODI: બેયરસ્ટો-સ્ટોક્સની ધમાકેદાર ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે ભારત પર મેળવી જીત, શ્રેણી 1-1થી સરભર










બેન સ્ટોક્સે 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા IND vs END 2nd ODI

પુણે ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવ્યું. જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સની શાનદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડે 337 રનનો ચેઝ કર્યો. ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ વનડેમાં સૌથી સફળ રનચેઝ કર્યો છે. અગાઉ 1974માં લીડ્સ ખાતે 266 રન ચેઝ કર્યા હતા. આ જીતની સાથે 3 મેચની શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ છે. ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ 28મી માર્ચે પુણે ખાતે રમાશે.



પ્રથમ ઇનિંગ
ભારત બેટિંગ


ઇંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની ઇન્ફોર્મ ઓપનિંગ જોડી આજની મેચમાં કઇ ખાસ કમાલ કરી શખી ના હતી અને માત્ર 9 રન પર શિખર ધવનના સ્વરૂપે ભારતની પ્રથમ વિકેટ પડી હતી. શિખર ધવન 4 રનના અંગત સ્કોરે આઉટ થયો. તેની પાછળ રોહિત શર્મા પર પવેલિયન પરત ફર્યો. રોહિત શર્માએ 25 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 25 રન કર્યા. કેપ્ટન કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી થઇ. આ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 62મી ફિફટી ફટકારતાં 79 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. આઉટ થતાં પહેલા કોહલીએ વનડેનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે વનડેમાં એક જ ક્રમે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.

ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલો રિષભ પંતે તેની આગવી ઓળખ મુજબ તાબડતોડ બેટિંગ કરી હતી. કેએલ રાહુલ અને રિષભ પંત વચ્ચે કુલ 113 રનની ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલે પોતાની કારકિર્દીની પાંચમી સદી મારી છે. તેણે પોતાની બેટિંગ દ્વારા દર્શાવી દીધું છે કે તે એક સારો બેટ્સમેન છે. તેણે પોતાની બેટિંગ દ્વારા તમામ ટિકાકારોના મોઢા બંધ કરી દીધા છે. ત્યારબાદ રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી તેણે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 77 રનની શાનદાર ઇનિંગ રમી આઉટ થયો હતો. આ ઉપરાંત હાર્દિકે 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 35 રન કર્યા. ભારતે 50 ઓવરમાં 6 વિકેટના નુકશાને 336 રન કર્યા હતા. IND vs END 2nd ODI

ઇંગ્લેન્ડ બોલિંગ

ઇંગ્લેન્ડનો સ્ટાર બોલર ટોમ કુરન ખૂબ જ ખર્ચાળ રહ્યો. તેણે પોતાની 10 ઓવરમાં 83 રન આપી દીધા. જોકે તેણે ભારતની બે મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી. તેણે ઇનફોર્મ કેએલ રાહુલની અને રિષભ પંતની વિકેટ ઝડપી હતી. તે સિવાય રિસી ટોપલીએ ભારતની બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત આદિલ રશીદ અને સેમ કુરને 1-1 વિકેટ ઝડપી.



બીજી ઇનિંગ
ઇંગ્લેન્ડ બેટિંગ


ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 337 રનનો વિશાળ સ્કોર આપ્યો હતો. જોકે જોની બેયરસ્ટો અને જેસન રોયની બેટિંગ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના માટે આ સ્કોર નાનો છે. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી અને ઇંગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યો હતો. જોની બેયરસ્ટો અને જેસન રોય વચ્ચે 110 રનની ભાગીદારી થઈ. જેસન રોય 55 રન કરી રન આઉટ થયો. તેણે પોતાના વનડે કરિયરની 19મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડા ઓલરાઉન્ડ બેન સ્ટોક્સની મેદાન પર મનોરંજક બેટિંગ જોવા મળી હતી. બેન સ્ટોક્સે મેદાન પર ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો. જોકે તે સદીથી 1 રનથી ચુકી ગયો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી. સ્ટોક્સના આઉટ થયા પછી જોની બેયરસ્ટો પણ આઉટ થયો હતો. જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 124 રન બનાવ્યા હતા. ત્યારબાદ જોસ બટલર શૂન્ય રને આઉટ થયો હતો. છેલ્લે લિઅમ લિવિંગ્સ્ટોન અને ડેવિડ મલનની ભાગીદારીએ ઇંગ્લેન્ડને જીત અપાવી. ઇંગ્લેન્ડે 43.3 ઓવરમાં ભારતે આપેલા લક્ષ્યને સર કર્યું.
ભારત બોલિંગ

ભારતની બોલિંગ ખૂબ જ નબળી રહી હતી. આજની મેચમાં ભારતના તમામ બોલર ખર્ચાળ રહ્યા. કૃણાલ પંડ્યાએ 6 ઓવરમાં 72 રન ખર્ચી દીધા. આ ઉપરાંત કુલદિપ યાદવે 10 ઓવરમાં 84 રન ખર્ચયા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ ઝડપી. તેણે ઇંગ્લેન્ડની બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. તે સિવાય ભૂવનેશ્વર કુમારને એક વિકેટ મળી.

No comments:

Post a Comment