Search This Website

Thursday, March 25, 2021

હજુ સંક્રમણ વધશે પણ સપ્તાહમાં કોરોના કાબુમાં આવી જશે: વિજય રૂપાણી

 

હજુ સંક્રમણ વધશે પણ સપ્તાહમાં કોરોના કાબુમાં આવી જશે: વિજય રૂપાણી


 Gujarat


 • હજુ સંક્રમણ વધશે પણ સપ્તાહમાં કોરોના કાબુમાં આવી જશે: વિજય રૂપાણી

  લોકો ગભરાટ ન રાખે : વેકસીનના પુરતા ડોઝ અને હોસ્પિટલ સુવિધા ઉપલબ્ધ છે: મુખ્યમંત્રી : રાજયમાં હજુ 70% બેડ ખાલી: ધન્વંતરી અને સંજીવની રથો દોડવા લાગ્યા છે : હાલ રોજ 2.25 લાખનું વેકસીનેશન જે 3 લાખ સુધી લઈ જવાશે: રોજના 70000 લોકોના ટેસ્ટ પણ થાય છે

  રાજકોટ: તા.25
  ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે લડત આપવામાં સરકાર પુરી રીતે સાવધ છે અને લોકો માસ્ક પહેરે તથા જેઓને ક્રમ મુજબ વેકસીન આપવામાં આવી રહી છે તે તમામ લોકો વેકસીન ન લે તે જરૂરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં હજુ એક સપ્તાહ કોરોના કેસ વધશે તેવી દહેશત વ્યક્ત કરવાની સાથે જણાવ્યું કે તે પછી કોરોનાના કેસ ઘટતા જશે. શ્રી રૂપાણીએ જણાવ્યું કે લોકોએ ગભરાટની જરૂર નથી. આપણી પાસે કોરોનાના મુકાબલા માટે વેકસીન ઉપલબ્ધ છે. આપણી પાસે 70% બેડ ખાલી છે. શ્રી રૂપાણીએ કહ્યું કે રાજયમાં હાલ રોજ 2.25 લાખ લોકોને વેકસીન આપવામાં આવે છે તે વધારીને 3 લાખ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.


  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે, રાજ્ય સરકારે અત્યારે અને અગાઉ પણ કહ્યું છે કે, આ બાબતે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. સંક્રમણની સામે મૃત્યુ આંક ખૂબ નીચો છે, નિયંત્રણમાં છે. રાજ્ય સરકાર 3-ઝ ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ફોર્મિલા ઉપર આગળ વધી રહી છે. ગઈ કાલે મોટાપાયે રાજ્યમાં 70 હજાર લોકોનું કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે તેમાં આપણે કોઈ ઘટાડો કરતા નથી.


  રાજ્યમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન પણ જરૂરિયાત પ્રમાણે જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સારવાર માટે 70 ટકા બેડ ખાલી છે. જે લોકો પોતાના ઘરે છે તેમની 104, ધનવંતરી રથ અને સંજીવની રથના માધ્યમથી મદદથી ઝડપથી સારવાર-ઓ.પી.ડી.ની સુવિધા આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.


  તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના ચાર મહાનગરોમાં કેસ વધારે છે ત્યારે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કેસોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોના સંક્રમણની આ સાઈકલમાં દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ધારણા છે કે, આગામી એક સપ્તાહમાં વધારો આવશે અને પછી ધીરે ધીરે કેસોમાં ઘટાડો જોવા મળશે. પરંતુ કોરોનાની સ્થિતિ અંગે હાલમાં ધારણા કરવી કઠિન છે પરંતુ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે આવાશ્યક તમામ નિર્ણયો કર્યા છે.


  તેમણે કહ્યું હતું કે, આપણે હવે ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ આવશ્યક છે. આ રોગમાં માસ્ક પહેરી રાખવું તેમજ ઝડપી વેક્સિન લેવી એજ ઉકેલ છે. ગુજરાતમાં દૈનિક 3 લાખ લોકોને વેક્સિન આપવી એવો નિર્ણય સરકારે કર્યો છે, જેમાં અત્યારે આપણે સવા બે લાખ લોકોને વેક્સિન આપવા સુધી પહોંચી ગયા છીએ, જે આગામી સમયમાં દૈનિક 3 લાખ સુધી લઈ જવાશે. સચિવાલય સહિત ગુજરાતના તમામ વયના સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ઘણીને તે બધાનું વેક્સિનેશન ઝડપથી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 


  બજેટ મંજુરી સહિતની કામગીરી બાકી: બજેટ સત્ર નહી ટુંકાવાય: મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત

  ગૃહમાં 8 ખરડાઓ મંજુર કરાવવાના છે: સમય જરૂરી

  રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હજુ એક સપ્તાહ જેટલા સમયમાં કેસ વધશે અને તે પછી ડાઉન ટ્રેન્ડ શરુ થશે તેવો આશાવાદ અને વિશ્ર્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હાલના સંક્રમણ તથા વિધાનસભામાં પણ જે રીતે ધારાસભ્યો અને કર્મચારીઓ સંક્રમીત બની રહ્યા છે તે જોતા વિધાનસભાનું સત્ર વહેલું પુરુ કરવાની શકયતા નકારી હતી. શ્રી રૂપાણીએ જણાવ્યું કે રાજય વિધાનસભામાં હજું બજેટ મંજુર કરવાનું છે અને આઠ જેટલા ખરડા પણ રજુ થવાના છે. આ તમામ ધારાકીય કામગીરી કરવા માટે સત્રનું કામકાજ ચાલે તે જરૂરી છે. શ્રી રૂપાણીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે હજુ ગૃહમાં ત્રણ દિવસની રજા આવો તેથી કામકાજ પુરુ કરવા માટે સત્ર તેના નિયત સમય મુજબ જ ચાલશે.

  No comments:

  Post a Comment