- નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના શરૂ થવામાં હવે થોડાક જ દિવસ બાકી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ IPLના નિયમોમાં મોટો ફેરફાર કરતા ‘સોફ્ટ સિગ્નલ’ના નિયમને હટાવી દીધો છે
આ સાથે જ હવે થર્ડ અમ્પાયર મેદાનના અમ્પાયરના નો-બોલ અને શોર્ટ રનના નિર્ણયને પણ બદલી શકશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલને લઇ વિવાદ થયો હતો. જે બાદ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિયમ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
નવા નિયમ મુજબ, મેદાનના અમ્પાયર પાસે નિર્ણયને રેફર કરતા પહેલા ‘સોફ્ટ સિગ્નલ’ આપવાનો અધિકાર નહીં રહે. તેના પહેલા જો મેદાનના અમ્પાયર કોઇ નિર્ણયને લઇ થર્ડ અમ્પાયર પાસે જાય છે, તો તેને સોફ્ટ સિગ્નલ આપવું પડતું હતું. આ ઉપરાંત હવે થર્ડ અમ્પાયર મેદાનના અમ્પાયરના નો-બોલ અને શોર્ટ રનના નિર્ણયને પણ બદલી શકશે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં પૂર્ણ થયેલી ટી20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલ વિવાદે જોર પકડ્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી ચોથી ટી20માં સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર વિરુદ્ધ નિર્ણય લીધો હતો. તે મેચમાં સૂર્યકુમાર ઇનિંગની 14મી ઓવરમાં સેમ કુરનની બોલ પર ડેવિડ મલાનને કેચ આપ્યો હતો. રિપ્લેમાં દેખાઇ રહ્યું હતુ કે, બોલ જમીનને અડી ગયો હતો, પરંતુ સોફ્ટ સિગ્નલના કારણે સૂર્યકુમારને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો.
એજ ઇનિંગની છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદર પણ સોફ્ટ સિગ્નલના કારણે આઉટ થયો. જોફ્રા આર્ચરની બોલ પર સુંદરે એક શાનદાર શોટ માર્યો, પરંતુ બોલ બાઉન્ડ્રી લાઇન પર ઉભા આદિલ રાશિદના હાથોમાં ગયો. મેદાન પર ઉભેલા અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટ આપી દીધો. કેચ લેતા સમયે એવું લાગ્યું કે, રાશિદનો પગ બાઉન્ડ્રી લાઇનને ટચ કરી ગયો છે, પરંતુ થર્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલના કારણે સુંદરને આઉટ આપ્યો. BCCI Soft Signal Rule
મેચ પછી કેપ્ટન વિરાટ કોહલીએ પણ સોફ્ટ સિગ્નલના નિર્ણય પર પ્રશ્ન ઉભા કર્યા હતા. કોહલીએ જણાવ્યું હતું કે, અમ્પાયર પાસે ‘મને નથી ખબર’નો વિકલ્પ કેમ ના હોઈ શકે.
No comments:
Post a Comment