નવી દિલ્હી: દેશના રસ્તાઓ પર 15 વર્ષથી વધુ જૂના 4 કરોડ જેટલા વાહનો ફરી રહ્યાં છે. જે ગ્રીન ટેક્સ અંતર્ગત આવે છે. જૂના વાહનો મામલે કર્ણાટક ટોપ પર છે. કર્ણાટકમાં જૂના વાહનોની સંખ્યા 70 લાખથી અધિક છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે દેશભરમાં આવા વાહનોના આંકડા ડિજિટલ કર્યાં છે. જો કે તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, લક્ષદ્વિપ સામેલ નથી. આ રાજ્યોના ડેટા ઉપલબ્ધ નથી. Green Tax
જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રાજ્યોને પહેલા જ મોકલી દેવામાં આવ્યો છે. ડેટા મુજબ, 4 કરોડથી વધુ વાહન 15 વર્ષ કે તેનાથી વધારે જૂના છે. જેમાંથી 2 કરો વાહનો તો 20 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. મંત્રાલયે કહ્યું કે, વાહનોનો ડિજિટલ રેકોર્ડ સેન્ટ્રલાઈઝ્ડ વાહન ડેટાબેસ પર આધારિત છે. જેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપ ટોપ લિસ્ટમાંથી બહાર છે.
પ્રદૂષણ ફેલાવનારા જૂના વાહનોની યાદીમાં ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. રાજ્યમાં આવા વાહનોની સંખ્યા 56.54 લાખ છે. જેમાંથી 24.55 લાખ વાહનો 20 વર્ષથી પણ જૂના છે. દેશની રાજધાની દિલ્હીમાં 49.93 લાખ જૂના વાહનો સાથે ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં 35.11 લાખ વાહનો 20 વર્ષ કરતાં વધુ જૂના છે
વાહનોના ડિજિટલાઈઝેશનથી જાણવા મળ્યું કે, કેરળમાં 34.64 લાખ વાહનો જૂના છે. તમિલનાડુમાં 33.43, પંજાબમાં 25.38 લાખ અને પશ્ચિમ બંગાળમાં 22.69 લાખ વાહનો જૂના છે. આજ રીતે મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા 17.58 લાખથી 12.29 સાથની વચ્ચે છે.
જ્યારે ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી, અસમ, બિહાર, ગોવા, ત્રિપુરા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવમાં આવા વાહનોની સંખ્યા 1 લાખથી 5.44 લાખની વચ્ચે છે. સેન્ટ્રલ ડેટા મુજબ, અન્ય રાજ્યોમાં આવા વાહનોની સંખ્યા 1 લાખથી ઓછી છે. સરકાર પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ પર અંકુશ માટે જૂના વાહનો પર જલ્દી ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. Green Tax
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ વર્ષ જાન્યુઆરીમાં જ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો આ પ્રસ્તાન રાજ્યોને વિચાર માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલના સમયમાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી અનેક દરના આધારે ગ્રીન ટેક્સ લાવવામાં આવી રહ્યો છે.
આ સ્કીમ મુજબ, 8 વર્ષથી વધુ જૂના વાહનો પર ફિટનેસ સર્ટિફિકેશનના રિન્યૂઅલના સમયે રોડ ટેક્સના 10 થી 25 ટકા બરાબર ટેક્સ વસૂલવામાં આવી શકે છે. ખાનગી વાહનો પર 15 વર્ષ બાદ રિન્યૂઅલના સમયે ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો જેમ કે બસો વગેરે પર ઓછો ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. ખૂબ જ પ્રદૂષિત શહેરોમાં રજિસ્ટર્ડ વાહનો પર સૌથી વધુ એટલે કે રોડ ટેક્સના 50 ટકા બરાબર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે.
No comments:
Post a Comment