સહાય / ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા વર્લ્ડ બેન્કે જાહેર કરી 3500 કરોડની સહાય
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં સુધારો લાવવા વર્લ્ડ બેન્કે અધધ કહી શકાય તેટલી લગભગ 3500 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરી છે
- રાજ્યના પ્રાથમિક શાળાના 1.10 કરોડ વિદ્યાર્થીઓને મળશે લાભ
- 40000 શિક્ષકો પણ લાભાન્વિત થશે
- રાજ્યની પ્રાથમિક શાળાઓનો પાયો મજબૂત બનાવવા રકમ ખર્ચાશે
વર્લ્ડ બેન્કે આઉટકમ્સ ફોર અક્સેલરેટેડ લર્નિંગ પ્રોગ્રામ (જીઓએએલ) હેઠળ જાહેર કરેલી આ સહાયથી રાજ્યના 40000 શિક્ષકો તથા 54000 શાળાઓના લગભગ 1.10 કરોડ વિદ્યાર્થીઓને લાભ મળશે. આપને જણાવી દઈએ કે જાહેર સ્કૂલ શિક્ષણનો પાયો મજબૂત બનાવવા ભારત અને વર્લ્ડ બેન્ક વચ્ચે લાંબા ગાળાની ભાગીદારીનો આ એક પ્રોગ્રામ છે.
વર્લ્ડ બેન્ક કાઉન્ટી ડિરેક્ટર જુનૈદ અહેમદે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણમાં રોકાણ કરવું ભારતના માનવીય સંસાધનની મૂડીમાં રોકાણનો એક મહત્વનો હિસ્સો છે. આ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર જિલ્લા સ્તરના શિક્ષણનો પાયો મજબૂત બનાવશે, હિતધારકો તથા શિક્ષકોની ક્ષમતાનું ધ્યાન રાખી શકશે જે સરવાળે શિક્ષણ માટેનો એક સારો માહોલ ઊભો કરશે
ગુજરાતે શાળાકીય શિક્ષણની પ્રણાલીઓમાં મહત્વની પ્રગતિ હાંસલ કરી છે અને શિક્ષકોની તાલીમ માટે ઘણા બધા ઉપાયો કર્યાં છે. ગુજરાતની શાળાઓમાં અધુરુ ભણતર છોડી જવાનો દર પણ 2004-05 ના 19 ટકાથી ઘટીને 2017-18 માં 6 ટકા રહ્યો છે. ગુજરાતે જિલ્લા સ્તરની વિકેન્દ્રીકૃત મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે. જોકે શીખવાના લાભમાં હજુ પણ સુધારાનો અવકાશ છે. રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કોવિડ-19 ને કારણે કિશોરીઓના શિક્ષણમાં ઘટાડો આવ્યો છે. કોવિડ-19 ને કારણે ગુજરાતના શિક્ષણ પર અસર પડી છે અને તેથી જીઓએએલ પ્રોગ્રામ સંખ્યાબંધ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
*ગુજરાતના શિક્ષણ જગતની અભૂતપૂર્વ ઘટના*
............................................
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સક્ષમ બનાવવાના Visionary Project " *મિશન સ્ફુલ્સ ઓફ એક્સલન્સ* " માટે કુલ રૂપિયા 7500 કરોડ ( સાડા સાત હજાર કરોડ રૂપિયા ) નું આયોજન થયેલ છે. આ માટે વલ્ડ બેન્ક,એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવશે.
(૧) તા.૨૫/૦૩/૨૦૨૧ના રોજ World Bank દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ને " મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ" ( Gujarat Outcomes for Accelerated Learning. GOAL) માટે $500 મિલિયન (Rs 3600 Crores) ની રકમ ફાળવવાની મંજૂરીને મહોર મળી છે.
(૨) સમગ્ર દેશના કોઈપણ એક રાજ્યના Social Sector માટેનો અત્યાર સુધીનો આ મોટામાં મોટો પ્રોજેકટ છે, જે રાજ્યના શાળાકીય શિક્ષણને આગામી દશકો સુધી સમૃદ્ધ કરશે
(૩) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB) દ્વારા પણ વધારાના $ 250 મિલિયન (Rs 1800 Crores) અનુદાન "મિશન સ્ફુલ્સ ઓફ એક્સલન્સ " પ્રોજેક્ટ્સ માટે ફાળવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે.
(૪) આના કારણે પહેલાં તબક્કામાં 300 ઉપર બાળકોના સંખ્યા ધરાવતા 6,000 શાળાઓ અને બીજા તબક્કામાં 150 ઉપર બાળકો ના સંખ્યા ધાર 9,000 શાળાઓ એમ કુલ 15,000 મોટી પ્રાથમિક શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે જેથી 42 લાખ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.
(૫) આ પ્રોજેક્ટના ભાગે તમામ શાળાઓમા ઓરડાઓ ના ઘટ પૂરું કરવામાં આવશે અને ગ્રાન્ટ ઇન એઇડ્ શાળાઓ ને પણ મજબૂત કરશે.
(છ) આ પ્રોજેક્ટ ના કારણથી આગામી 5 થી 6 વર્ષમાં એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે અને શિક્ષણના પાયા મજબૂત બનશે
પ્રોગ્રામની મહત્વની વાતો
- રાજ્ય, જિલ્લા અને પેટા જિલ્લા સ્તરે શિક્ષણના સ્તરમાં સુધારો લાવવો
- જિલ્લા, બ્લોક,ક્લસ્ટર સ્તરની ક્ષમતામાં સુધારો કરવો
-નેશનલ એજ્યુકેશન પોલિસીના મહત્વના સિદ્ધાંતોને લાગુ પાડવા
- 1.5 મિલિયન રજિસ્ટર્ડ ટિચર્સને ઓનલાઈન તાલીમ પૂરી પાડવી.
- ભવિષ્યના આર્થિક વિકાસ માટે માનવીય સંપદામાં રોકાણની જરુરિયાતની ઓળખવી
💥🌐🌀 *માનનીય સચિવશ્રી પ્રાથમિક શિક્ષણ રાવ સાહેબ દ્વારા પાંચ જિલ્લાઓની વડોદરા મુકામે યોજવામાં આવેલ મીટીંગ અન્વય થયેલ ચર્ચા અને આગામી સમયમાં થનારા ફેરફારો વિશે.*
(૧) સમયનું પ્લાનિંગ યોગ્ય હોવું જોઈએ.
(૨) Quick એક્શન મૂળમાં આપણે કામ કરવાનું છે.
(૩) School of excellence દરેક જિલ્લાની અંદર એક શાળા બનવામાં બનાવવામાં આવશે જેમાં બે હજારથી લઈને 5000 બાળકો અભ્યાસ કરી શકશે.
(૪) 300 થી વધુ બાળકો ની શાળાઓ 300 થી ઓછા બાળકો ની શાળાઓ અને 150થી ઓછા બાળકો ની ય શાળાઓ આવનારા સમયમાં ઇમર્જિંગ શાળામાં અભ્યાસ કરતા હશે તેવું શિક્ષણ વિભાગનું આગામી સમયનું આયોજન છે.
(૫) પરીપત્રો માં પ્રથમ નંબર થી લઈને છેક છેલ્લા નંબરના મદદનીશ શિક્ષક ની સહી લેવાની રહેશે અને તેની જાણકારી આપવાની રહેશે.
(૬) હાલ ઓનલાઇન હાજરી કરવાનું કામ આપણે કરીએ છીએ જેમાં આપણું લોકેશન સિસ્ટમમાં બતાવે છે.
આવનારા સમયમાં એટલે કે જૂન 2021થી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરવામાં આવશે જે માટે ટેબલેટ નો ઉપયોગ કરવામાં આવશે.
(૭) શાળા 10 30 કલાકે શરૂ થવી જોઈએ અને 5:00 વાગે શૈક્ષણિક કાર્ય બંધ થવું જોઈએ, શાળા બંધ થવામાં પાંચને પંદર થવી જોઈએ.
સરકારશ્રી ના તમામ પરીપત્રો અને તમામ નવા અભિગમો ની જાણ શાળાના દરેક શિક્ષક ને હોવી જોઈએ.
(૮) સ્પેશિયલ એજ્યુકેશન ઝોન ભારતમાં ગુજરાતને બનાવવાનું હોય આવનારા સમયમાં ખુબજ ઝડપથી આમૂલ પરિવર્તનો આપણા વિભાગમાં જોવા મળશે.
(૯) સ્કૂલ ઓફ એક્સલન્સ માં મેરીટના આધારે બાળકોને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ મોડેલ સ્કૂલ, જવાહર નવોદય, આદર્શ નિવાસી શાળાઓ વગેરેમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
(૧૦) ક્લસ્ટર દીઠ એક ઇમર્જિંગ શાળા હશે જેમાં તમામ સુવિધાઓથી શાળા સજ્જ હશે જેવું વાતાવરણ સ્કૂલ ઓફ એક્સલન્સ હશે તેવું જ વાતાવરણ ઇમર્જિંગ સ્કૂલમાં હશે એટલે દરેક ક્લસ્ટરમાં એક મોટી શાળા તો ફરજિયાત હશે જ આગામી સમયમાં આપણે એ માટે તૈયાર રહેવાનું છે.
(૧૧) શાળાની તમામ માહિતી હાથ વગી અને બને ત્યાં સુધી મોઢે રાખવી અથવા સોફ્ટ કોપીમાં એકદમ જ તૈયાર રાખવી જે માંગતા ની સાથે એક જ ક્લિકમાં મળી જાય.
(૧૨) સવારે શાળામાં આવીએ અને સાંજે શાળામાંથી ઘેર જઈએ ત્યારે એક જ પ્રશ્ન પોતાની જાતને પુછવાનો કે મેં આજે કેટલા રૂપિયાનું કામ કર્યું???
(૧૩) હવે પછી કોઈ પણ શાળામાં કોઈપણ પ્રકારનું બાંધકામ આવે જેમ કે ઓરડા બાંધવાના હોય , સૌચાલય હોય કે મધ્યાહન ભોજનનું હોય કોઈપણ પ્રકારનું બાંધકામ હોય તો શાળા ની જગ્યાનો ઓછામાં ઓછો બગાડ થાય તે પ્રમાણે વિચારીને બાંધકામ કરવું.
(૧૪) સ્કૂલ ઓફ એક્સલન્સ માં ૫૦ ટકા બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે.
(૧૫) SI દ્વારા કરવામાં આવતા શાળા મૂલ્યાંકનના આધારે તમને kalar code આપવામાં આવશે અને તેના દ્વારા શાળાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
(૧૬) હવે પછી તાલીમ મળે તે મુજબ કામ કરવાનું રહેશે કોઈપણ શિક્ષક તાલીમ વગર નહીં હોય અને તાલીમ લીધા પછી તે મુજબ જ કામ કરવાનું રહેશે.
(૧૭) કમાંડ એન્ડ કંટ્રોલ કાયમી ધોરણે ગાંધીનગર મુકામે શરૂ જ રહેવાનું છે મકાન પણ કાયમી ધોરણે બાંધી દેવામાં આવ્યું છે.
(૧૮) અત્યાર સુધીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી આચાર્ય ઉપર શાળામાં તમને પડતી મુશ્કેલીઓ વિષે પૂછવામાં આવતું હતું, હવે નવા સત્રથી આ બાબતની પૂછપરછ થશે નહીં સીધું જ શિક્ષક નું મૂલ્યાંકન કરવા માટે આચાર્યને કહેવામાં આવશે, અત્યાર સુધીનું મૂલ્યાંકન ccc 1.0 હતું, હવે ccc 2.0 હશે.
(૧૯) ધોરણ 1 થી 8 માં dropout થતું જ નથી તો પછી dropout ટકાવારી ક્યાંથી બતાવવામાં આવે છે ?? કેમકે એક થી આઠ ધોરણ સુધી તો આપણે કોઈ પણ બાળકને શાળામાંથી એક્ઝિટ કરતા જ નથી.
(૨૦) કેજીબીવી માં સંખ્યા વધારવામાં આવશે વિદ્યાર્થીનીઓની.
(૨૧) આગામી સમયમાં મોટી શાળાઓ એવી બનાવવામાં આવશે કે જેનાથી નાની શાળાઓ આપોઆપ બંધ થઈ જાય, આ મુજબ નો પ્લાન એટલે ઇમર્જિંગ school.
School of excellence માટે 3650 કરોડ રૂપિયા વર્લ્ડ બેંક પાસેથી ગુજરાત સરકારે મંજૂર કરાવી લીધા છે અને તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ.
(૨૧) હાઈસ્કૂલમાં પરિણામના આધારે ગ્રાન્ટ આપવાનું અત્યાર સુધી ચાલતું હતું હવે પરિણામના આધારે નહીં પરંતુ તમામને સરખીજ ગ્રાન્ટ આપવામાં આવશે પણ કામગીરી તે પ્રમાણે જોવામાં આવશે.
(૨૨) School of excellence માં અને ઇમર્જિંગ સ્કૂલમાં જૂન 2021 થી કામગીરી કરવાની શરૂઆત થશે અને ત્રણ વર્ષ પછી તેના પરિણામો મળવાના શરૂ થશે.
(૨૩) મોનીટરીંગ સિસ્ટમ ને સજ્જડ કરવા માટે ટીપીઇઓ ની જગ્યા ભરી દેવામાં આવશે અને બિટ કેળવણી નિરીક્ષક શ્રીઓ ની પણ ભરતી કરી દેવામાં આવશે.
(૨૪) કોઈપણ જગ્યાએ સ્ટાફની ઘટ હશે નહીં.
(૨૫) કોઈપણ નિર્ણય લેવા માટે આપણી પાસે ડેટા હોવો જોઈએ,
(૨૬) શાળામાં દરેક વિદ્યાર્થી નો ડેટા આચાર્ય પાસે હોવો જોઈએ. તો જ તમે નિર્ણય લઈ શકશો... ઉદાહરણ તરીકે નિબંધ સ્પર્ધામાં એક વિધાર્થીનું નામ શાળામાંથી આપવાનું છે તો આપણને ખબર હોવી જોઈએ.
(૨૭) 80 ટકા શાળાઓ ગુજરાતમાં નાની શાળાઓ છે.
(૨૮) ૬૨ ટકા શાળાઓ 150 ની સંખ્યા ધરાવતી શાળાઓ છે
https://t.me/gkeduinfo
No comments:
Post a Comment